વડાપ્રધાન મોદીના કહેવા પર ફડણવીસે રાજીનામું આપ્યું
નવી દિલ્હી, સરકાર નહી બનવાને લઈને ચર્ચામાં રહેલી મહારાષ્ટ્રની રાજનીતિમાં દરરોજ જુદાં-જુદાં ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યાં છે. આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, સુત્રોનું માનીએ તો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંગળવારે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગના થોડાં જ કલાકો બાદ ફડણવીસે રાજીનામુ આપ્યું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મોદી-શાહની મીટિંગ કેન્દ્રની સત્તાધારી ભાજપના બંન્ને ટોપ લીડર્સને સુપ્રીમ કોર્ટ નિર્ણય બાદ કેટલાંક વિકલ્પોની ચર્ચા કરી. બંન્ને નેતાઓએ તેના પર ચર્ચા કરી કે ફડણવીસને હવે મુખ્યમંત્રી રહેવું જોઈએ કે પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. સુત્રોનો દાવો છે કે, આ મીટિંગ બાદ ફડણવીસને એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. મંગળવારે બપોરે 3.30 વાગ્યે ફડણવીસે પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી.