વડાપ્રધાન મોદીના ૭૦માં જન્મ દિવસ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૦મો જન્મ દિવસ છે વડાપ્રધાન મોદી જયારથી દિલ્હીની ગાદી પર આરૂઢ થયા ત્યારથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની મિત્રતાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થતી રહે છે રશિયા ભારતનું મિત્ર છે પરંતુ વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ મિત્રતામાં ચાર ચાંદ લગાવી દીધા છે એટલા માટે જ ભારતને પોતાના ખાસ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવચતા રશિયાના રાષ્ટ્પતિ બ્લાદીમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ખાસ સંદેશ આપ્યો છે.
મોદીને લખેલ પત્રમાં તેમણે લખ્યું છે કે કૃપા કરીને તમારા ૭૦માં જન્મદિને મારા હ્દયપૂર્વક અભિનંદને સ્વીકાર કરશો, સરકારના વડા તરીકે તમારી પ્રવૃતિના લીઘે તમને હમવતનીઓમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા અપાવી છે તમારી આગેવાની હેઠળ ભારત સામાજિક આર્થિક વૈજ્ઞાનિક અને ટેકનીકી વિકાસના પથમાં સફળતાપૂર્વક ગતિશીલ પ્રગતિ કરી રહ્યું છે. આપણા દેશો વચ્ચેની ખાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબુત કરવા માટે તમારૂ યોગદાન ખરેખર સરાહનીય છે આપણી વચ્ચે બંધાયેલા મૈત્રીપૂર્ણ સંબંધોની હું ખુબ કદર કરૂ છું ભવિષ્યમાં પણ તમારી સાથે રચનાત્મક સંવાદના માધ્યમથી દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય એજન્ડાના વિષયોના મુદ્દાઓ પર એક સાથે કામ કરવાની અપેક્ષા રાખુ છે. પુતનિ પત્રમાં લખ્યું કે આ તકે અંતકરણથી હું તમને સારૂ સ્વાસ્થ્ય ખુશી સુખાકારી અને તમામ મોરચે સફળતાના શુભાષિય પાઠવું છું.
ફિનલૈડના વડાપ્રધાન સના મારીને પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે મોદીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે બંન્ને દેશો વચ્ચેના સંબંધો હજડુ વધુ આગળ લઇ જવાની ખુબ સંભાવનાઓ મોજુદ છે. નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી તેમણે કહ્યું કે મોદીજીને જન્મ દિવસની શુભેચ્છા હું તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરૂ છું. બંન્ને દેશોના સંબંધોને મજબુત કરવા માટે મળી કામ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના નેતાઓએ પણ જન્મ દિવસની શુભચ્છા પાઠવી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.
ગૃહમંત્રી અમિત શાહએ વડાપ્રધાનને જન્મ દિવસની શુભકામના વ્યકત કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં એક મજબુત ભારતના પાયો નાખવામાં આવ્યો છે. સીઆરપીએફે પણ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું છે કે તમારા માર્ગદર્શન અને પ્રોત્સાહન અમારી રાષ્ટ્ર સેવાની પ્રતિબધ્ધતાને વધુ દ્ઢ કરે છે.HS