વડાપ્રધાન મોદીના ૭૧માં જન્મદિવસે દિગ્ગજ નેતાઓએ શુભેચ્છા પાઠવી
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી આજે શુક્રવારે ૭૧મો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો અને પીએમના જન્મદિન પ્રસંગે તેમના પર શુભેચ્છાની વર્ષા થઈ હતી.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓ,કેન્દ્રીય મંત્રીઓ,ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ વગેરેએ વડાપ્રધાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતીપીએમના જન્મદિન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મોટા નેતા રાજનેતાઓેએ અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આદરણીય નરેન્દ્ર ભાઈ, અત્યંતિક રાષ્ટ્ર પ્રેમ, કઠોર પરિશ્રમ કરવાની તૈયારી, ર્નિણય કરવાની ક્ષમતા અને મા ભારતીને પરમ વૈભવ પર પહોંચાડવા માટે તમને જે આત્મબળ દર્શાવ્યું તે અભૂતપૂર્વ છે.
એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યુ, તમે સ્વસ્થ્ય અને દીર્ઘાયુ રહો અને તમારા નેતૃત્વમાં આર્ત્મનિભર ભારતનું સપનું પુરુ થાય એવી કામના છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, અત્યોંદયથી આર્ત્મનિભર ભારતના દિવ્ય સંકલ્પનાને સાકાર કરી રહેલા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસના હૃદયથી અભિનંદન.
પ્રભુ શ્રી રામની કૃપાથી તમને દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. આજીવનમાં ભારતીની સેવાનું પરમ સૌભાગ્ય તમને પ્રાપ્ત થતુ રહે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમને અભિનંદન આપ્યા છે.
તેમણે લખ્યું કે ભારતને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. પોતાના ર્નિણય લેવાની ક્ષમતા, કલ્પનાશીલતા અને દુરદ્રષ્ટિન માટે પ્રખ્યાત મોદીજીને ભારતને એક આર્ત્મનિભર ભારતનું સ્વરુપ આપવા માટે જે સંકલ્પ કર્યો છે તે તેમના વિઝન અને પ્રબળ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે તમે આત્યાર સુધી કાર્યકાળમાં પ્રધાનમંત્રીને વિકાસ અને સુશાસન માટે શુભકામનાઓ આપી છે. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર પ્રદાન કરે.HS