વડાપ્રધાન મોદીની ઉપલબ્ધિઓ પર ભારતને ગર્વ છે : અભિજિત બેનરજી
નવીદિલ્હી : ઈકોનોમિક્સના ક્ષેત્રમાં આ વર્ષના નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીએ પીએમ મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ ત્યારબાદ કહ્યું કે અભિજિત બેનરજી સાથે શાનદાર મુલાકાત થઈ. માનવ વિકાસ પ્રત્યે તેમનું જૂનૂન સ્પષ્ટ જોવા મળે છે.
વિભિન્ન મુદ્દાઓ પર અમે તેમની સાથે સઘન અને વિસ્તૃત ચર્ચા કરી. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે અભિજિત બેનરજીને નોબલ પુરસ્કાર મળ્યો ત્યારબાદથી સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તેમને લઈને ચર્ચા છેડાઈ છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે ગત શુક્રવારે કહ્યું હતું કે અભિજિત બેનરજીએ નોબલ પુરસ્કાર જીત્યો છે, હું તેમને અભિનંદન પાઠવું છું પરંતુ આમ બધા જાણો છો કે તેમની સોચ સંપૂર્ણ ડાબેરી વિચારધારા છે. તેમણે ન્યાય યોજના બનાવી, પરંતુ દેશના લોકોએ તેમની સોચ નકારી દીધી.
બેનરજીએ ત્યારબાદ એક સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મારી આર્થિક સોચ કોઈ પક્ષ વિશેષ માટે નથી. જેના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંદીએ નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ કેટલાક લોકોને ધર્માંધ ગણાવી દીધા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય બેનરજી આ ધર્માંધ લોકો નફરતમાં અંધા થઈ ચૂક્યા છે. તેમને ખબર નથી કે વ્યવસાયી કુશળતા શું હોય છે.
જો તમે એક દાયકા સુધી પણ કોશિશ કરો તો પણ તમે તેમને સમજી શકશો નહીં. તેમણે કહ્યું કે લાખો ભારતીયોને તમારા કામ પર ગર્વ છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની ન્યાય યોજનાને તૈયાર કરવામાં નોબલ પુરસ્કાર વિજેતાના યોગદાનની પ્રશંસા કરી જે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ચૂંટણી ઢંઢેરામાં સામેલ હતી. નોંધનીય છે કે ભારતીય મૂળના પ્રોફેસર અભિજિત બેનરજી એસ્તર ડફ્લો અને માઈકલ ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયાની જાહેરાત હાલમાં થઈ.