Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીની વેબસાઇટનું એકાઉન્ટ હેક કર્યું હોવાનું ટિ્‌વટરે સ્વીકાર્યું

જુલાઇના બીજા સપ્તાહમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતાં

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર એકાઉન્ટને થોડા સમય માટે હેંગ કરી દેવામાં આવ્યું હતું આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ નરેન્દ્ર મોદી ડોટ ઇન સાથે લિંક હતું તેમની આ વેબસાઇટ પર ૨૫ લાખથી વધુ ફોલોઅર્સ છે એ યાદ રહે કે એકાઉન્ટને હેક કર્યા બાદ હેકર્સ બિટકોઇનની માંગ કરવા લાગ્યા હતા હેકર્સે ટિ્‌વટ કરીને પીએમ નેશનલ રિલીફ ફંડમાં પૈસા દાન કરવાની માંગ કરવા લાગ્યા અને તે પણ ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી જાે કે બાદમાં એકાઉન્ટને રિકવર કરી લેવામાં આવ્યું. ટિ્‌વટરે એક અખબાર સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ સાથે લિંક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું ટિ્‌વટરના પ્રવકતા મુજબ અમે આ મામલાની પુરી તપાસ કરી રહ્યાં છીએ જાે કે હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ એકાઉન્ટ ઉપરાંત અન્ય કોઇ એકાઉન્ટ ઉપર પણ ફરક પડયો છે કે નહીં.

હેકર્સે તેમના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું કે હું આપ લોકોને અપીલ કરૂ છું કે કોવિડ ૧૯ માટે ઉભા કરવામાં આવેલા પીએમ મોદી રીલીફ ફંડમાં ડોનેટ કરો પીએમના ટિ્‌વટર હેન્ડલપર લગભગ અડધો ડઝન ટિ્‌વટ કરવામાં આવ્યા તમામ ટિ્‌વટમાં પૈસા ડોનેટ કરવાની માંગ કરવામાં આવી હતી. હૈકરે ખુદની ઓળખ જાેન વિકના રૂપમાં આપી છે તેણે કહ્યું હતું કે તેણે પીએમનું એકાઉન્ટ એ બતાવવા માટે હૈક કર્યું કે એક બીજા મામલામાં તેમનું નામ ખોટી રીતે ઘસેડવામાં આવી રહ્યું છે પીએમના ટિ્‌વટર હૈંડલથી પણ તેમણે આ વાત કહી છે કે પેટીએમ મોલને તેમણે હૈક કર્યું નથી એક ટિ્‌વટર પ્રવકતાએ એ વાતની પુષ્ટી કરી છે કે મોદીની વેબસાઇટનું ટિ્‌વટર એકાઉન્ટ હૈક કરી લેવામાં આવ્યું હતું વહેલી સવારે ૩ વાગ્યા બાદ અનેક પોસ્ટ કરવામાં આવી જેમાં લોકોને એક ક્રિપ્ટોકરંસી વોલેજમાં ડોનેટ કરવાનું કહેવામાં આવ્યું હતું જેને હૈકરે પીએમ નેશનલ રિલીફ ફંડથી જાેડાયેલ હોવાનું જણાવ્યું હતું બાદમાં આ ટિ્‌વટસને હટાવી દેવામાં આવ્યું હતું.તેનો ઇરાદો ખોટું કરવાનો ન હતો.

બિટકોઇન એક પ્રકારની વચ્ર્યુઅલ કરન્સી છે તેને બીજી કરન્સીની જેમ કે ડોલર રૂપિયા કે પાઉન્ડની જેમ જ ઉપયોગમાં લઇ શકાય છે ઓનલાઇન પેમેન્ટ ઉપરાંત તેને ડોલર અને બીજી એજન્સીમાં પણ એકસચેન્જ કરી શકાય છે આ કરન્સી બિટકોઇનના રૂપમાં વર્ષ ૨૦૦૯માં ચલણમાં આવી હતી આજે તેનો ઉપયોગ ગ્લોબલ પેમેન્ટ માટે કરવામાં આવી રહ્યો છે
એ યાદ રહે કે જુલાઇના બીજા સપ્તાહમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતાં તેમાં અમેરિકા પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામા માઇક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્‌સ દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટનેન્ટ ગુરૂ વોરેન બફે સામેલ હતાં આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચુંટણીમાં ઉમેદવાર જાે બિડનનું પણ ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર બની ચુકી છે તે સમયે પણ હેકર્સે બિટકોઇનની માંગ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.