વડાપ્રધાન મોદીની સાંસદોને અમૃત મહોત્સવમાં સામેલ થવા અપીલ
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ ડો એસ જયશંકર પ્રહલાદ પટેલ સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા હાજર હતાં બેઠકનું આયોજન સંસદ પરિસરના જીએમસી બાલયોગી ઓડિટોરિયલમાં કરવામાં આવ્યું હતું.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીએ પાર્ટીની સંસદીય પક્ષન બેઠકમા વડાપ્રધાન ોદીના સંબંધોનને વિસ્તારથી બતાવ્યું તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા થવા પર આયોજીત કરવામાં આવી રહેલ અમૃત મહોત્સવમાં સામેલ થવા માટે કહ્યું છે તેમણે કહ્યું કે ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા થવા પર જેશભરમાં ૭૫ સ્થાનો પર ૭૫ અઠવાડીયા માટે સમારોહનું આયોજન કરવામાં આવશે
એત વર્ષ બાદ યોજાયેલી આ બેઠકમાં કોવિડ ૧૯ને ધ્યાનમાં રાખી ભારતના સંધર્ષ અને પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત દેશમાં કોરોના વેકસીનેશનની પ્રગતિ અને મૈત્રી અભિયાન હેઠળ બીજા દેશોને વેકસીનના પુરવઠામાં ભારતની ભૂમિકા પર પણ વાત થઇ હતી.
વડાપ્રધને સંસદીય પક્ષની બેઠકમાં ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચુંટણી દરમિયાન પાર્ટીના રોડમેપ પર પણ ચર્ચા કરી હતી કોરોનાના કારણે ભાજપ સંસદીય પક્ષની બેઠક એક વર્ષથી થઇ ન હતી અંતિમ બેઠક ગત વર્ષ ૧૭ માર્ચે થઇ હતી
આ પહેલા ભાજપની ચુંટણી સમિતિની એક બેઠકને વડાપ્રધાને સંબોધન કર્યું હતું તેમણે પાર્ટીના સારા કામોને લોકો સુધી પહોંચાડવા અને ચુંટણીને ધ્યાનમાં રાખી નેતાઓ પર ખાનગી હુમલા કરવાથી બચવાની સલાહ આપી હતી આ બેઠકમાં મોદી ઉપરાંત અમિત શાહ જે પી નડ્ડા કેન્દ્રીય મંત્રી ગડકરી સહિત ભાજપના વરિષ્ઠ નેતા સામેલ થયા હતાં