વડાપ્રધાન મોદીને જન્મ દિવસ નિમિત્તે અગ્રણીઓની શુભેચ્છા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/modi_2-1.jpg)
(પ્રતિનિધિ) અમદાવાદ : વૈશ્વિક રાજકારણમાં સૌથી લોકપ્રિય અને મજબુત મનોબળ ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૯મા જન્મદિવસ નિમિતે વિશ્વભરમાંથી રાજકીય નેતાઓ તથા અન્ય અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી છે આજના આ પ્રસંગે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવેલા છે અને અહીથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશ જવાના છે.
ભારતમાં વર્ષો બાદ સ્થિર સરકારની સ્થાપના કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ભારતીય રાજકારણમાં ખૂબજ મજબુત નેતા તરીકે ઉભરી આવ્યા છે વૈશ્વિક રાજકારણમાં પણ નરેન્દ્ર મોદીની પ્રશંસા થઈ રહી છે આજે તેમના ૬૯મા જન્મ દિવસે અનેક દેશોના પ્રમુખ, રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનોએ તેમને શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિએ પણ વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથસિંહ સહિત તમામે મોદીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે આજના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ માતા હિરાબા ના આર્શિવાદ લે છે આજે પણ તેઓ આર્શિવાદ લેવા પહોંચ્યા હોવાનું જાણવા મળી રહયું છે આજે બપોર સુધી ગુજરાતમાં તેઓનો ભરચક કાર્યક્રમ છે.