વડાપ્રધાન મોદી આવતા મહિને ગુજરાત આવશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત પોતાના માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી 130 દેશના NGOને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યાં છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ પાટનગર ગાંધીનગર ખાતે 130 સામાજીક સંસ્થાને ઉદબોધન કરશે. તાજેતરમાં જ તેઓ પોતાના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા હતા. આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જો કે, તેમની ભારત મુલાકાતની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.