વડાપ્રધાન મોદી જુનમાં સાબરમતી પરના ફૂટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા સાબરમતી નદી પર અંદાજે રૂા.૭પ કરોડના ખર્ચે તૈયાર કરાઈ રહેલ ૩૦૦ મીટર લાંબા અને ૧૦૦ મીટર પહોળા આઈક્રોનીક ફૂટ ઓવરબ્રીજનું જુન મહીનામાં ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂન મહીનામાં અટલ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યો છે.
અને પીએમઓ દ્વારા ટુંક સમયમાં આ હેતુસર સમય ફાળવવામાં અંગે એએમસી ને જાણ કરે તેવી શકયતા છે. સાબરમતી નદી પર પદયાત્રીઓ અને સાયકલીસ્ટો માટે ફૂટઓવર બ્રીજ આકર્ષણરૂપ બની રહે તે માટે આર્ટ કલ્ચર ગેલરી ઉભી કરવા તેમજ ખાણી-પીણીના સ્ટોલ, ફૂડ સેન્ટર સહીત વિશીષ્ટ સુવિધાનો સમાવેશ કરાશે. આ બ્રીજના પૂર્વ અને પશ્ચિમ છેડા પર મલ્ટી લેવલ કાર પાર્કીગની પણ વ્યવસ્થા ઉભી કરાશે.
મ્યુનિ. દ્વારા રૂા.૭પ કરોડના ખર્ચે તૈયાર કરાઈ રહેલા ફૂટઓવર બ્રીજની ૯પ ટકાથી વધુ કામગીરી પુરી થઈ ગઈ છે. અને ફકત ફીનીશીગ અને રોડ સહીતની સામાન્ય કામગીરી જ બાકી છે અને આ કામગીરી ઝડપથી પુરી કરાશે અને ત્યાર પછી આ બ્રીજ નાગરીકો માટે ખુલ્લો મુકવામાં આવશે.