Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી ટ્રમ્પનાં આગમનનાં આગલે દિવસે અમદાવાદ આવી શકે છે

અમદાવાદ, અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મેલેનિયા ૨૪મી તારીખે અમદાવાદ આવવાનાં છે. તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તેમની સુરક્ષાથી લઇને સુવિધામાં કોઇ જ કસર ન રહે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે. ત્યારે ૨૩મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.  મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી ટ્રમ્પનાં આગમનનાં આગલે દિવસે આવીને થનારા બધા કાર્યક્રમો અને સુરક્ષાની સમીક્ષા કરી શકે છે. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા તારીખ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ભારતનાં પ્રવાસે છે. તેઓ પહેલા અમદાવાદ આવશે. અમદાવાદમાં ૩ઃ૩૦ કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધી આશ્રમમાં ૩૦ મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ૨.૩૦ કલાક રોકાશે. જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે જે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટ્રમ્પ બીજા દિવસે ૨૫મી તારીખે તાજમહેલ જોવા જશે.

અમદાવાદનાં રોડ શો અત્યાર સુધીનો સૌથી લાંબો રોડ શો રહેશે. બંન્ને મહાનુભાવો ૨૨ કિલોમીટર લાંબો રોડ શો યોજીને શહેરીજનોનું અભિવાદન ઝીલશે. આ રોડ શોમાં વિવિધ ધર્મની ઝાંખીઓ અને અલગ અલગ રાજ્યના નૃત્ય, સાંસ્કૃતિક પોગ્રામ અને કલાકૃતિના માધ્યમથી તેમનું સ્વાગત કરવામાં આવશે. જેને લઇને કોર્પોરેશનમાં વિવિધ ધર્મના અનુયાયીઓ, સંસ્થાના પ્રમુખ, અધ્યક્ષ અને, વિવિધ પ્રાંતના અગ્રણીઓ સાથે મેયરએ બેઠકનું આયોજન કર્યું હતું. જેઓ ક્યાંથી આવે છે તેમના નામ, સંપર્ક નંબર સહિતની વિગતો પણ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.