વડાપ્રધાન મોદી રાજ્યપાલો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે બેઠક કરશે
નવીદિલ્હી: દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજ્યા બાદ હવે વડાપ્રધાન મોદી આગામી ૧૪મી રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશો ના ઉપરાજ્યપાલ સાથે કોરોના ની પરિસ્થિતિ અંગેચર્ચા કરશે.દેશમાં દિન-પ્રતિદિન કોરોના કેસોની સંખ્યામાં જે રીતે વધારો થતો જાય છે તે જાેતા દરેક રાજ્ય સરકારોએ ખાસ નીતિ અમલમાં મૂકવી પડે તેમ હોય તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે લોકડાઉનની સંભાવનાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોરોનાને હરાવવા માટે ૩ં એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની રણનીતિ પર ભાર મૂકવો પડશે અને સાથે જ વધુને વધુ લોકોનું રસીકરણ થાય તે દિશામાં કામ કરવું પડશે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની બધી ઉંમરના લોકો માટે રસીકરણની પરવાનગી આપવાની તેમણે નકારી હતી અને કહ્યું હતું કે જે લોકોને સૌથી પહેલા જરૂર છે , તેના સુધી રસી પહોંચાડવી તે સૌથી પહેલુ લક્ષ્ય છે.તેમ છતાં હજુ પણ કોરોના ની સ્થિતિ માં કોઈ ફરક પડયો નથી ત્યારે વડાપ્રધાન ની ચિંતામાં વધારો થાય તે સ્વાભાવિક છે.
કોરોનાના વધતાં સંકટની વચ્ચે વડાપ્રધાન મોદી આગામી ૧૪ એપ્રિલે વિવિધ રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે ચર્ચા કરશે, અને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
હાલના સમયમાં ભારત કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યું છે, અને ભારતમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે, રવિવારે ભારતમાં રેકોર્ડબ્રેક સૌથી વધુ ૧.૬૯ લાખ કેસ નોંધાયા હતા અને ૭૫૦થી વધુ લોકોના મોત પણ નીપજયાં હતા, આ બધાની વચ્ચે દેશમાં દ્વારા ૧૧ એપ્રિલથી ૧૪ સુધી ચાલનારા ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે, જાે કે ઘણી જગ્યાએ મીડિયા અહેવાલઓ અનુસાર રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે , અને રસીના અભાવે ઘણા રાજ્યોમાં ચાલુ રસીકરણ કેન્દ્રો પણ બંધ કરવા પડી રહ્યા છે.