વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયા ખાતે આવશે
નવીદિલ્હી, વડાપ્રધાન બન્યા બાદ અનેક વાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે લઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવે તેવું મનાઈ રહ્યું છે મોદી રાષ્ટ્રીય એકતા દિવસ પર એટલે ૩૧ ઓક્ટોબરના દિવસે ગુજરાતની મુલાકાતે આવે તેવી સુત્રો તરફથી જાણકારી મળી રહી છે.
આ દિવસે તેઓ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલીન પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, તેમજ કેવિડિયા કોરોની ખાતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરે તેવું મનાઈ રહ્યું, વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે,
પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજાેગ સંબોધન પણ કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અહીં ઉલ્લેખનિય છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભાજપની તમામ પેનલોનો ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ ટ્ટ્વીટ કરી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત તમામને જીતની શુભેચ્છાઓ આપી હતી.
જાે કે ગુજરાતના રાજકારણમાં બદલાવ બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે ગુજરાતને લઈને મહત્વનું જાહેરાત પણ કરવામાં આવે તેવી સંભાવનાઓ જાેવા મળી રહી છે.HS