વડાપ્રધાન મોદી સુરક્ષા ચૂક મામલે સુપ્રીમ કોર્ટે ૪ સભ્યોની સમિતિ બનાવી

નવીદિલ્હી, પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર થયેલા સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની સમિતિની નિમણૂક કરી છે,પૂર્વ જજ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં થશે.
સુપ્રીમ કોર્ટે આજે પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને પહોંચી વળવા ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાએ કહ્યું કે અમે માનીએ છીએ કે આવા કેસની એકતરફી તપાસ થઈ શકે નહીં. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરવામાં આવી છે.
સમિતિના સભ્યોમાં જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા (ચેરમેન) એનઆઇએના ડીજી અથવા તેમના નિયુક્ત અધિકારી આઇજીના રેન્કથી નીચે ના હોય,ચંદીગઢ ડીજીપી એડીજીપી(સુરક્ષા) પંજાબ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ખામીની તપાસ માટે આજે સુપ્રીમ કોર્ટનો આદેશ આવશે. સોમવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવશે. આજે એ જાણવા મળશે કે સમિતિનું નેતૃત્વ કોણ કરશે અને તેના સભ્યો કોણ હશે.
આ સાથે એ પણ જાણવા મળશે કે કમિટી કેટલા દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. સુપ્રીમ કોર્ટ વતી કેન્દ્ર અને પંજાબ સરકારના વરિષ્ઠ અધિકારીઓને પણ આ સમિતિમાં રાખવામાં આવ્યા છે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલાની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી સમિતિઓએ હાલમાં તેમનું કામ કરવું જાેઈએ નહીં.
લોયર્સ વોઈસ નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. સંસ્થાએ કોર્ટમાં મામલાની નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી. ગયા શુક્રવારે યોજાયેલી સુનાવણી દરમિયાન, કોર્ટના ધ્યાનમાં આવ્યું કે પંજાબ અને કેન્દ્ર સરકાર બંનેએ તેમના વતી તપાસ માટે સમિતિઓની રચના કરી છે. સુનાવણી દરમિયાન, બંને સરકારોએ એકબીજાની સમિતિના સભ્યો પર સવાલ ઉઠાવીને તેમની નિષ્પક્ષતા પર શંકા વ્યક્ત કરી હતી. તે જ દિવસે, કોર્ટે સંકેત આપ્યો હતો કે તે તપાસ માટે તેના વતી એક સમિતિની રચના કરી શકે છે.HS