Western Times News

Gujarati News

વડાલીની સગીરાને લગ્નની લાલચ આપી ચાંડપનો યુવાન અપહરણ કરી લઇ ગયો

વડાલીના ડોભાડા ની સગીરાને ચાંડપનો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ જતા વડાલી પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.  વડાલી તાલુકાના ડોભાડા ના રહીશ સોમાભાઈ કરસન ભાઈ બજાણીયા ડોભાડા ગામે ખેત મજૂરી કરે છે. અને તેઓ તેમની પત્ની તથા દીકરી રાધિકા સાથે રહેતા હતા.

ગઈ તારીખ ૨-૫-૨૨ ના રોજ સગીર દીકરી રાધિકા બાજુના ખેતરમાં કપડાં ધોવા જવું છું તેમ કહી ગયેલ જે બે કલાક સુધી પરત ન આવતાં તે ખેતરમાં તથા આસપાસના ખેતરમાં તપાસ કરતાં મળી આવેલ નહીં.

અમો અમારી ઈજ્જત ન જાય તે માટે થોડાક દિવસ હોય તેની ખાનગી રાહે તપાસ કરી પણ નળી આવતા રૂપાભાઈ શંકરભાઈ બજાણીયા ની પત્ની ભીખીબેનએ જણાવેલ કે રાધિકાને ચાડપ ગામ નો નરેશભાઈ રમેશભાઈ બજાણીયા રાધિકાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયેલ છે. આ બનાવ બનતાં સોમાભાઈ બજાણીયાએ વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. જેની પોલીસ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.