વડાલી તાલુકાના ધરોદ ગામ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

પ્રતિકાત્મક
વડાલી તાલુકાના ધરોદ ગામ પાસે આજે એક અજાણ્યા આશરે ૩૫ વર્ષના પુરુષની લાશ મળી આવેલ છે. જેણે શરીર વાદળી કલરનો શર્ટ તથા આસમાની કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.
જમણા હાથની કલાઈ પર હનુમાનજી નું ચિતરાવેલ છે તથા જમણા હાથના કાડા પાસે અંગ્રેજીમાં આર એલ નું ચિતરામણ કરાવેલ છે જે કોઈ કારણસર મરી ગયેલ હોઈ હાલતમાં મળી આવેલ છે.
જેથી આવો કોઈ ઈસમ ગુમ થયેલ હોય તો વડાલી પોલીસ સ્ટેશને તપાસ કરાવડાવી. જેના વાલી વારસો અંગેની કોઈ માહિતી મળે તો વડાલી પોલીસ સ્ટેશન જિલ્લા સાબરકાંઠા ટેલીફોન નંબર 02778 2220 31 તથા મોબાઈલ નંબર 9723106040 પર ફોન કરવા વિનંતી કરાઇ છે.