વડાલી પોલીસ દ્વારા ગામડી પાટીયા પાસેથી ૩૯૦૦ રૂપિયા નો દારૂ પકડાયો
વડાલી તાલુકાના ગામડી પાટીયા પાસેના બસ સ્ટોપ પરથી બે બાઇક ચાલકો ને ઇંગ્લિશ દારૂ સાથે પકડી ફરિયાદ કરેલ છે. વડાલી તાલુકાના ગામડી પાટીયા પાસેના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર જઈ રહેલ કિરણજી પ્રહલાદજી ઠાકોર રહેવાસી સુલતાનપુરા તાલુકો વડનગર તથા
વિજયસિહ દશરથસિંહ ઠાકોર રહેવાસી સુલતાનપુરા તાલુકો વડનગર બંનેને ઉભા રાખી તપાસ કરતાં બાઈક ઉપર કપડાની થેલીમાં બિયરની બોટલ નંગ 30 કિંમત 3900 રૂપિયા ની પકડાતા તેમના કબજાની સિલ્વર બાઈક GJ 02 CC 8779 કિંમત રૂપિયા 15000 મળી કુલ 18900 મુદ્દામાલ પકડી વડાલી પોલીસ સ્ટેશનના અપોકો વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહે વડાલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હેડ કો નરેન્દ્રસિંહ બનેસિહ કરી રહ્યા છે.