Western Times News

Gujarati News

વડાલી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.

નેત્રામલી:  પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.એમ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી. ડી.જે.લકુમ, તથા એ.એસ.આઇ કૌશિકભાઇ પો.કોન્સ. વિક્રમસિંહ તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા ડ્રા.પો.કોન્સ. સુરતાનસિંહ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, વડાલી પો.સ્ટેશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઇમ્તીયાઝ યુસુફભાઇ મનસુરી રહે. મુસલમાનવાસ, કામલી તા. ઉંઝા જી. મહેસાણાવાળો ધરોઇ ત્રણ રસ્તા નજીક ઉભેલ છે.

તેવી બાતમી હકિકત અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી નાસતો ફરતો આરોપી ઇમ્તીયાઝ યુસુફભાઇ મનસુરી રહે. મુસલમાનવાસ, કામલી તા. ઉંઝા જી. મહેસાણાવાળો  મળી આવતાં સી.આર.પી. સી.કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સાંપવામાં આવેલ છે. આમ, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને નાસતા ફરતા આરોપી પકડવામાં વધુ એક સફળતા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.