વડોદરાથી પોલીસને ચકમો આપીને ફરાર થયેલો મહાઠગ દમણથી ઝડપાયો
વડોદરા, વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ઉત્તરપ્રદેશની પોલીસે ચકમો આપીને ફરાર થઇ ગયેલ ભેજાભાજ એવા મ.સ.યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે ઓળખ આપનાર હર્ષિલ લીંબાચીયાને દમણ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો.
સરકારી ક્ચેરીઓ તથા ખાનગી કંપનીઓમાં નોકરી આપવાના બહાને ખોટી સહી તથા ખોટા સિક્કાવાળા બનાવટી કોલલેટર બનાવીને રૂપિયા ૪૮ લાખની છેતરપિંડી કરનાર મહાઠગની સામે માંજલપુર પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધાયો હતો.
અત્યાર સુધી તેની સામે ૧૧થી વધુ ગુના નોંધાયા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે હર્ષિલ સામે વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા ગુનામાં યુ.પી.પોલીસ તેની ધરપકડ માટે માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જાેકે હર્ષિલ યુ.પી.પોલીસની નજર સામેથી ફરાર થઈ ગયો હતો.