વડોદરાથી સુરત તરફ જતી કારમાં આગ ભભૂકી ઉઠતા બળીને ખાખ
ચાર લોકોનો આબાદ બચાવ : ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ આજરોજ વડોદરા થી સુરત તરફ જતી એક ઈન્ડિકા કારમાં નબીપુર કવીઠા ચોકડી પર એકાએક આગ લાગતા એક સમયે નાસભાગ મચી જવા પામી હતી.જોકે કાર માં સાવર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
તો આગ ની જાણ ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.તો આજ્ઞા પગલે વાહન ચાલકો એકત્ર થઈ જવા સાથે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા થી સુરત તરફ જતી એક ઈન્ડીકા કાર નબીપુર નજીક થી પસાર થઈ રહી હતી.તે દરમ્યાન કાર માં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.તો આગ લગતા ની સાથે જ કાર માં સવાર ચાર લોકો બહાર નીકળી જતા સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહતી.
કાર માં આગ એટલી ભયંકર હતી કે જોત જોતા માં બળીને ખાખ થઈ જવા પામી હતી.તો અગ ની જાણ ફાયર ફાયટરો ને કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગ ના પગલે નજીક થી પસાર થતા વાહનચાલકો ના ટોળા એકત્ર થયા હતા.તો આગની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો પણ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો.