વડોદરાના એક દાનવીર કોહીવાવની દીકરીના પિતાની વ્હારે આવ્યા
વડોદરાના દાનવીરે અંતરિયાળ ગામની દીકરીનાં લગ્ન પ્રસંગને દિપાવ્યો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સંપત્તિ તો ખૂબ જ હોય પણ જેનું યોગ્ય દાન કરવાની હિંમત કોઈક જ દિલદાર વ્યક્તિમાં હોય છે. આવા જ વડોદરાના એક દાનવીર રોહિત ચૌધરી જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ ગામ કોહીવાવની દીકરીના પિતાની વ્હારે આવ્યા છે.
હિન્દુ યુવા વાહીનીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને ટીમે લગ્નમાં ઉપસ્થિત રહી ઘરના તમામ રાચ રચીલાનું કન્યાદાન કરતાં ગ્રામજનો અને કન્યાનો પરિવાર ભાવુક બન્યો હતો.જાેકે આ વિસ્તારમાં હિન્દૂ સનાતન સંસ્કૃતિની રક્ષા અને પ્રચાર પ્રસાર કાર્ય માટે આ ટીમ વિચરણ કરી તહેવારો ટાણે પણ બાળકોને ચીજ વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી રહી છે.
હિન્દૂ યુવા વાહીનીના પ્રદેશ સંગઠન મહામંત્રી રોહિત ચૌધરી અને ટીમ જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ એવા કોહીવાવ અને આજુબાજુના ગામોમાં ધર્મ જાગરણ માટે સમયાંતરે વિચરણ કરી સ્થાનિકો સાથે પરામર્શ કરે છે.આ ઉપરાંત તહેવારો ટાણે પણ બાળકોને દાન કરી પ્રોત્સાહિત કરે છે.
દરમિયાન બારીયા સમાજના રમણભાઈ સાથે આ ટીમની મુલાકાત થઈ હતી અને તેમની દીકરી સોનલના લગ્ન અંગે ચર્ચા થઈ હતી.દરમિયાન રોહિત ભાઈ ચૌધરી માતાની છત્ર છાયા ગુમાવી ચુકેલી દીકરી સોનલના લગ્નમાં તમામ રાચ રચીલું પોતાના ખર્ચે કન્યાદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
જેનાબાદ સોમવારે રમણભાઈ ની દીકરી સોનલના લગ્ન પ્રસંગે તેઓએ પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા,પંચમહાલ અધ્યક્ષ પરેશ બેલદાર, મંત્રી વિનોદ પુરાણી સહિત કાર્યકરોએ ઉપસ્થિત રહી તમામ ઘરવખરીનું કન્યાદાન કરી હિન્દૂ સનાતન સંસ્કૃતિમાં કન્યાદાન મહાદાન ઉક્તિને યથાર્થ ઠેરવી છે.
માતાની છત્ર છાયા ગુમાવી ચુકેલી રમણ ભાઈ બારીયાની દીકરી સોનલને ભગવત ગીતાનું પુસ્તક અને કન્યાદાન કરતાં રોહિત ભાઈ અને ટીમનો સોનલે આભાર વ્યક્ત કરી સમાજની અન્ય દીકરીઓને પણ રોહિતભાઈ મદદ કરે એવો ભાવ વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક વિધર્મીઓ ધર્મ પરિવર્તન માટે પ્રથમ મદદ કરવાની પ્રવૃતિઓ કરતાં હોય છે જેની સામે જાગૃતિ લાવવા માટે હિન્દૂ યુવા વાહીનીના કાર્યકરો સમયાંતરે આવા વિસ્તારમાં સનાતન સંસ્કૃતિના જતન માટે જન સંપર્કમાં રહી વાર તહેવારે દાન કરી રહ્યા છે.