વડોદરાના તળાવમાંથી મૃત હાલત કાચબા મળતા રોષ
અમદાવાદ, શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાંથી એક સાથે ૩૧ કાચબા મૃત હાલતમાં મળી આવતા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વનવિભાગની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં તળાવના કિનારે વિસ્ફોટક પદાર્થ ફોડવાને લીધે કાચબાઓનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે.
આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં આઘાત અને રોષની લાગણી ફેલાઈ છે. શહેરના આજવા રોડ પર આવેલા કમલનગર તળાવમાંથી એક સાથે ૩૧ કાચબા મૃત હાલતમાં મળી આવતા ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. આજે સવારે તળાવમાં કાચબા તરતા જાઈને સ્થાનિકોએ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણા સંસ્થાને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તેમની ટીમની સાથે વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ તમામ મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના અગ્રણીના જણાવ્યાનુસાર તળાવના કિનારે કોઈ વ્યક્તિએ વિસ્ફોટક પદાર્થ ફોડવાથી કાચબાઓનું મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક તારણ છે. કાચબાઓ શેડ્યુલ-૧ના પ્રાણી હોવાથી આ સમગ્ર મામલે ત પાસ થવી જાઈએ. માછીમારી કરવા માટે તળાવ અપાય છે આ તળાવ માછીમારી માટે કોને અપાયુ હતું તેની તપાસ થવી જાઈએ.