Western Times News

Gujarati News

વડોદરાના ભરચક વિસ્તારમાંથી છ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા, શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા નજીક આવેલા સલાટવાડા રહેણાંક વિસ્તારના નવાગઢ મહોલ્લામાં મોડી રાત્રે સાડા છ ફૂટનો મગર ધસી આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જાેકે, મગર સ્થાનિક લોકોને નુકશાન પહોંચાડે તે પહેલા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા.

અને ભારે જહેમત બાદ મગરનું રેસ્કયુ કરી પકડી લીધો હતો. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમં ધસી આવેલા મગરને જાેવા અને જીવદયા સંસ્થાની ેરેસ્કયુ કામગીરી જાેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

ચોમાસાની શરૂઆત થતાં અને કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં શરૂ કરવામાં આવેલી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે જેને પગલે વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો ખોરાકની શોધમાં નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે.

મોડી રાત્રે સલાટવાડાના નવાગઢ મહોલ્લામં વિશાળ મગર ધસી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ મગરને જાેતા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવારને જાણ કરી હતી. તુરંત જ સંસ્થાના કાર્યકર સુવાસ પટેલ, અરુણ સુર્યવંશી, દેવ રાવલ, જયેશ રાવલ, વિશાલ રાવલની ટીમ મગરને રેસ્કયુ કરવા જરૂરી સાધનો અને વડોદરા વનવિભાગના અધિકારી લઈને નવાગઢ મહોલ્લામાં ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.