વડોદરાના માંડવીથી પાણીગેટના રોડ પર ગેરકાયદે અડિંગો જમાવનારા-દબાણકારો પર મેયરનો સપાટો
વડોદરા, વડોદરાના મંગળબજાર, લહેરીપુરા, માંડવી રોડ બાદ હવે મેયર કેયુર રોકડીયાએ સંવેદનશીલ મનાતા માંડવીથી પાણીગેટ રોડ પર ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવ્યો હતો. પાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરોની સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ ફોર્સ સાથે સોમવારે બપોર બાદ લીધેલી સરપ્રાઈઝ વિઝીટ ટાણે એક તબક્કે તો નાસભઆગ મચી ગઈ હતી.
દુકાનોની બહાર ગેરકાયદે થતાં લટકણીયાથી ગેરકાયદે લારી-ગલ્લા-પથારાઓનો મુદ્દામાલ પાલિકાની ટીમે જપ્ત કર્યાે હતો. તંત્રની કાર્યવાહીથી કેટલાક સ્થાનિક વેપારીઓ નારાજ થઈ ગયા હતા. જાેકે, મેયર રોકડીયાએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આકરી વસૂલાત કરાશે.
વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને પાલિકાની દબાણશાખાની ટીમ શહેરના માંડવીથી પાણીગેટ વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરી હતી. પાલિકાની ટીમ દ્વારા વેપારીઓનો દુકાન બહાર પડેલ સામાન ભરી લેવામાં આવ્યો હતો.
આથી વેપારીઓમાં નાસભાગ મચી હતી. દુકાનની બહાર જે લારીઓ લગાવવામાં આવી હીત તેને દૂર કરાવી હતી. પાલિકાની ટીમ દ્વારા વેપારીઓનો માલ-સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. મેયર કેયુર રોકડીયાએ પત્રકારોની સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સોમવારે માંડવી વિસ્તારમાં રજા હોય છે તેથી ટ્રાફિક ઓછો હોય છે.
આમ થતા વેપારીઓએ મેનીક્વીન્સ રોડ પર મૂક્યા હતા. બપોરે મે ઓફીસ આવતાં સમયે મેનીક્વીન્સ રોડપર રાખેલા જાેયા હતા. ક્યાંક મંગળબજારની અંદર ફરી દબાણ કરવાનું શરૂ થયું છે આ કાર્યવાહી કરવાની સૂચના આપતા જે દબાણ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાલિકાની દબાણ શાખાએ છ ટ્રકથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. વડોદરાના રાવપુરા, સીટી, કારેલીબાગ, પાણીગેટ તથા નવાપુરા પોલીસ મથકની ટીમ ઓપરેશન દરમિયાન બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ હતી.