વડોદરાના શહિદ સૈનિક આરીફ પઠાણના પરિવારની વિધિ જાદવે મુલાકાત કરી
(પ્રતિનિધિ) નડિયાદ, જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા વડોદરાના સૈનિક આરીફ પઠાણને ગોળી વાગતા તે શહીદ થયેલ આ શહીદ સૈનિકના પરિવારની નડીઆદની વિધી જાદવે મુલાકાત લીધી હતી અને રૂ.પ૦૦૦નો ફાળો પરિવારને આપ્યો હતો.
શહીદ પરિવારને સરકાર તથા સંસ્થાઓ મદદ ઘણી કરે છે પરંતુ આ વિધિ ધ્વારા કેવો સંબંધ અને સંવેદનાનો કાયમી સેતુ આપણા દેશના શહીદ પરિવાર સાથે છે શહિદ સૈનિકો પરિવારો માટે નાણાકીય મદદની સાથે સાથે સંવેદના જતાવી કાયમી સંબંધ ઉભા કરતી આ વિધિને સો સો સલામ છે આ વાત કોઈ નાની સુની નથી પરંતુ જીવન રાષ્ટ્રભાવનાની પ્રતિત છે ગયા જુન માસમાં વિધિએ ચોટીલાના કુંડલા ગામે શહીદ સૈનિક ભાવેશસિંહ રાઠોડ તથા ખંભાતના વટાદરા ગામના શહિદ સૈનિક જીગ્નેશસિંહ ચૌહાણના પરિવારની મુલાકાત પણ લીધી હતી.*