વડોદરાના સાવલીમાં જુગાર રમવા પહોંચેલા ૧૯ જુગારીઓ ઝડપાયા
વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ભમ્મરઘોડા ગામ ખાતે માતાજીના દર્શનના બહાને જુગાર રમવા પહોંચેલા વડોદરાના ૧૯ જુગારીઓને સાવલી પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા .જ્યારે દરોડા દરમિયાન એક વ્યક્તિ નાસી છૂટતા વાહન નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના રોકડા રૂપિયા ૪૦ હજાર, જમીન ઉપરના રોકડા રૂપિયા ૨૧,૭૪૦, રૂપિયા ૬૨,૫૦૦ની કિંમત ધરાવતા ૧૭ નંગ મોબાઇલ ફોન, એક કાર અને ૪ ટુ-વ્હીલર વાહનો મળીને કુલ ૫,૮૪,૨૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓના નામ આ પ્રમાણે છે. વડોદરા જિલ્લાની સાવલી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ભમ્મરઘોડા ખાતે આવેલા મેલડી માતાના મંદિર પાસે ગાંડીયા પુરા તરફ જવાના માર્ગ ઉપર વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતો નામચીન અરુણ ખારવા કેટલાક વ્યક્તિઓ સાથે દર્શન કરવા આવી ૨૦ જેટલા વ્યક્તિઓને જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કાદર વાણી, વિકાસભાઈ રાણા, જાવેદભાઈ ઘાંચી , નારણભાઈ માળી, સંજયભાઈ માળી, અજય ભાઈ માળી, ગૌરવભાઈ રાણા(તમામ રહે, નાગરવાડા, વડોદરા)
રાજુભાઈ અગ્રવાલ(રહે, સયાજીગંજ, વડોદરા), અરૂણભાઇ ખારવા (રહે, નવાપુરા, વડોદરા) વિશાલભાઈ મોદી (રહે -આજવા રોડ, વડોદરા), ભાવેશભાઈ રાણા(રહે, કારેલીબાગ, વડોદરા), દીપકભાઈ પટણી, શરદભાઈ સોલંકી, ચંદુભાઇ ચૌહાણ, અક્ષય ભાઈ પટણી, હિતેશભાઈ ચૌહાણ, દેવાંગભાઈ સીકલીગર, ઇન્દ્રજીત પારેખ(રહે, રાવપુરા, વડોદરા), રવિભાઈ માળી (રહે, ગાજરાવાડી, વડોદરા) પોલીસે તમામ આરોપીઓની જુગાર ધારા અધિનિયમ હેઠળ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.