વડોદરાની રોઝરી સ્કુલના શિક્ષક લંડનના રોયસ્ટોનના મેયર બન્યા
વડોદરાની પ્રતાપ ગંજની સ્કુલના શિક્ષક મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનના મેયર બન્યા છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય અને એશિયન છે.
તેઓ રોઝરી સ્કુલમાં 1995 થી 2007 સુધી 12 વર્ષ શિક્ષક તરીકે રહ્યા હતા. મેરી એન્ટોની મૂળ કેરળના અને વડોદરાના સુભાનપુરામાં નિવાસ કરતા હતા. તેઓ રોયસ્ટોન આવ્યા બાદ કમ્યુનીટી સર્વિસ તરીકે કામગીરી કરતા હતા
જેના કારણે લોકો તેઓના સંપર્કમાં વધુ આવ્યા. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હોવા છતાં મેયર બન્યા. રોયસ્ટોનની 25 હજારની આસપાસ વસ્તી છે. જેમાં 44 ભારતીય કુટુંબ છે. જેમાં વડોદરા ઉપરાંત ભારતના અન્ય રાજયોનાં લોકો વસવાટ કરે છે. વડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં સ્થાયી થયા હતા.
રી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલા છે. તે પાર્ટીએ પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. તેઓ અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાય સેવા પ્રવૃતિ કરે છે. તેમના પતિ ડો. રોબીન આઈપીસીએલ સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવા ગામના બે સંતાન છે.