Western Times News

Gujarati News

વડોદરાની ‘શી’ ટીમે મહિલાને હેરાન કરનાર મોબાઈલ રોમિયોને ઝડપી પાડ્યો

(માહિતી) વડોદરા,   વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની શી ટીમે શિફત ભર્યું છટકું ગોઠવીને મોબાઈલ પર મહિલાને વારંવાર મેસેજ મોકલીને સતત ઓનલાઇન છેડતી કરતા રોમિયો ને છડપી પાડ્યો છે.મોબાઈલ નો છેડતી અને મહિલાને પરેશાન કરનારા આ આરોપીએ પોતાનું સરનામું બદલવાની ચતુરાઈ કરી હતી

જે શી ટીમના છટકાને પગલે નિષ્ફળ નીવડી હતી.આ કામના આરોપી પ્રભુનાથ મિશ્રા સામે સંબંધિત કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

આરોપી ફરીયાદીબેનને મોબાઇલ ફોન પર મેસેજ કરી હેરાનગતી કરી જાતીય સતામણી કરતો હતો. તે વિગતેની ફરીયાદ મળી હતી. આ કામના આરોપીએ પોતાનું રહેણાંક સરનામું બદલી લીધેલ હોય આરોપીને પકડવા માટે શી-ટીમના નોડલ અધિકારી વુમન પો.સ.ઇ. બી.ડી.વસાવા તથા

શી-ટીમના કર્માચારીઓએ છટકુ ગોઠવી આ કામના આરોપીને આબાદ રીતે ઝડપી લઇ અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું પ્રભુનાથ રામકુમાર મિશ્રા રહે-ઇ-૩૦૩, શ્રીસ્વામીનારાયણ નિકેતન સોસાયટી, એલ. એન્ડ ટી. નોલેજ સીટી પાસે, માધવપુરા, વાઘોડીયા રોડ, વડોદરા છે.

ઓનલાઇન છેડતી અને ત્રાસના આ ગુનો પકડવામાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર શ્રી એફ.આર.રાઠવા,પો.સ.ઇ. બી.ડી. વસાવા, હે.કો. ગનુભાઇ, હે.કો. શૈલેન્દ્રસિંહ, વુ.હે.કો. દેવીકાબેન, પો.કો. વિરભદ્રસિંહ,વુ.પો.કો. ભાવીશાબેન, વુ.પો.કો. જલ્પાબેન. વુ.પો.કો. હસુમતીબેનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે જે બદલ તેમને અભિનંદન આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.