વડોદરાની સયાજી હોસ્પિટલના સર્જીકલ ICUનું વિસ્તરણ પૂર્ણ
(માહિતી) વડોદરા, જેની ખૂબ રાહ જાેવાતી હતી તેવા,મધ્ય અને દક્ષિણ ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલના સર્જીકલ ઇન્ટેન્સિવ કેર યુનિટનું વિસ્તરણ પૂર્ણ થતાં તબીબી આલમ અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં ખૂબ રાહતની લાગણી પ્રસરી છે.અત્યાર સુધી એસ.આઇ.સી.યુમાં માત્ર ૫ પથારીની સુવિધા ઉપલબ્ધ હતી જેના લીધે ઘણીવાર કટોકટીની પરિસ્થિતિ સર્જાતી, જે હવે ૩૫ પથારી થવા થી હળવી બનશે.
સયાજી હોસ્પિટલના ઓરથો,ઇ.એન.ટી. સહિતના વિભાગોમાં પૂર્વ આયોજિત અને આકસ્મિક શસ્ત્રક્રિયાઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. વાહન અકસ્માતોમાં હાડકા ભાંગીને ભૂકો થઇ ગયાં હોય કે એક કરતાં વધુ અંગોને ગંભીર ઈજાઓ થઈ હોય તેવા પોલીટ્રોમાના કેસો અવાર નવાર આવતાં હોય છે
અને મેજર જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓ થતી હોય છે તેવી જાણકારી આપતા તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, આ તમામ કેસોમાં,ગંભીરતા અનુસાર દર્દીઓને શસ્ત્રક્રિયા પછી ૨૪ કે ૪૮ કલાક અને કેટલાક કેસોમાં ૩ થી ૪ દિવસ સુધી એસ.આઇ.સી.યુ.માં નિરીક્ષણ અને મોનીટરીંગ તેમજ ટીમ કેર એટલે કે ઓર્થો,યુરો,નયુરો સર્જન, એનેસ્થેટિસ્ટ, ફિઝિસ્યન ની સંયુક્ત દેખરેખ હેઠળ રાખવાની જરૂર પડે છે. વેન્ટિલેટર અને મોનીટર હેઠળ સારવાર આપવાની જરૂર પડે છે.
કેસોની સંખ્યાના પ્રમાણમાં આપણી પાસે જૈષ્ઠે ના માત્ર ૫ બેડ ઉપલબ્ધ હોવાથી ખૂબ કટોકટી સર્જાતી અને આ બેડ સતત ભરાયેલા રહેતા.નાછૂટકે દર્દીઓને હાયર સેન્ટર પર મોકલવાનો ર્નિણય લઇએ ત્યારે દર્દીના સ્વજનો સાથે વિવાદ થતો.
વધુમાં,ખાનગી હોસ્પિટલોમાં જૈષ્ઠે અને ટીમ કેર ખૂબ ખર્ચાળ છે,પ્રતિદિન ૫૦ થી ૭૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પરવડે નહીં. હવે ૩૫ બેડની ઉપલબ્ધિ થી પરિસ્થિતિ હળવી બનશે અને ખૂબ રાહત થશે.