વડોદરાની હોટલમાંથી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાયું

Files photo
વડોદરા, વડોદરામાં કઇક અલગ કિસ્સો સામે આવી રહ્યા છે. વડોદરા પોલીસે હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપ્યું છે. સયાજીગંજ રેલવે સ્ટેશન પાસેની મમતા હોટલમાં પીસીબીએ એક રેડ કરી હતી. આ ઘટનામાં ડમી ગ્રાહક મોકલીને પીસીબીએ સેક્સ રેકેટ ઝડપ્યું છે. જેમાં હોટલ સંચાલક અને એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં અગાઉ પણ અનેક વખતે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયા છે, તેવી જ એક ઘટનામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન પાસે મમતા હોટલ આવેલી છે. જ્યાં વડોદરા પોલીસ અને પીસીબીને બાતમી મળી હતી. બાતમીના આધારે એક પ્લાન બનાવીને હોટલની અંદર એક ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેમાં દેહવેપારનો વેપલો ચાલતો હોવાનો ખુલાસો થયો છે.
રેલ્વે સ્ટેશન પાસે આવેલી હોટલ મમતામાં ડમી ગ્રાહક મોકલી પીસીબીએ દરોડા પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં ઝડપાયેલી મુબઈની મહિલાએ કબુલાત કરી હતી કે એજન્ટ અને હોટલ સંચાલક મને અહીં દેહ વ્યાપાર માટે લાવ્યા હતા. ત્યારબાદ પોલીસે હોટલ સંચાલક જીજુ કે ફિલિપભાઈ અને એજન્ટ સુમિત મિશ્રાની ધરપકડ કરી છે. પીસીબીએ સયાજીગંજ પોલીસ મથકમાં આ બન્ને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.SSS