વડોદરાની ૧૧ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ બંધ કરાયું
વડોદરા, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના સતત વધતા કેસને લઈ ૧૧ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ બંધ કરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સ્કૂલોમાં બાળકો અને શિક્ષકોમાં કોરોના સંક્રમણ વધતા શાળામાં ઓફ લાઈન કલાસ બંધ કરાયા છે અને ઓન લાઈન શિક્ષણ ચાલુ રાખવાનો ર્નિણય કરાયો છે.
તમને જણાવી દઈએ કે ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું છે, તો બીજી બાજુ શાળાઓએ શિક્ષણ બંધ કર્યું છે. ગઈકાલે વડોદરાની બે શાળાના ૧-૧ વિદ્યાર્થી તો એક શાળાના શિક્ષક સંક્રમિત થયા હતા. પેરેન્ટ્સ એસોસિએશન ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાના પક્ષમાં છે.
ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરમાં એક શિક્ષક સહિત ૪૪ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેના કારણે સુરતની ૭, રાજકોટની ૩ અને વડોદરાની ૧૧ શાળાઓ બંધ કરવાનો ર્નિણય લેવાયો છે.SSS