Western Times News

Gujarati News

વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ‘સખી’ વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ

મહિલાઓના દુ:દર્દમાં સખી બનશે ‘સખી વન સ્ટોપ સેન્ટર

એક જ છત્ર નીચે પિડિત મહિલાઓને તાત્કાલિક કાયદાકીય, તબીબી, મનોવૈજ્ઞાનિક પરામર્શ, આશ્રય સહિતની સેવા ઉપલબ્ધ કરાવમાં આવશે -અધિક નિવાસી કલેક્ટર શ્રી ડી.આર. પટેલ

વડોદરા  મહિલાઓના દુખ દર્દમાં ‘સખી’ બને અને હિંસાથી પિડિત તમામ સમસ્યાનું સમાધાન એક જ સ્થળે મળી રહે તેવા, ‘સખી’ વન સ્ટોપ સેન્ટરનું અધિક નિવાસ કલેક્ટર શ્રી ડી.આર. પટેલના હસ્તે શુભારંભ કરાવ્યો હતો.  વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ (Sakhi One stop centre for women at Vadodara SSG Hospital) ખાતેના આ સખી વન સ્ટોપ સેન્ટરમાં શારીરિક હિંસા, જાતિય હિંસા, ઘરેલુ હિંસા, એસિડ એટેક, માનસિક હિંસા, ભાવનાત્મક હિંસા અને મહિલાઓના અનૈતિક વ્યાપર જેવી સમસ્યાનો ભોગ બનેલ મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જરૂરી તમામ મદદ અને આશ્રય માળી રહે તેવી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે.

આ તકે અધિક નિવાસી કલેક્ટર શ્રી ડી. આર. પટેલે (Additional Resident Collector D. R. Patel) જણાવ્યું કે, ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી કોઈ પણ હિંસાથી પિડિત મહિલાઓને એક જ છત્ર નીચે તાત્કાલિક કાયદાકીય, તબીબી, મનોવૈજ્ઞાનિક પરામર્શ, આશ્રય સહિતની સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. આ સેવાના માધ્યમથી મહિલાઓને કાયદાકીય મદદ તો આપવામાં આવશે સાથે જ એક પરિવારના સ્વજન જેવી હૂંફ પૂરી પાડવામાં આવશે. જેથી પિડિત મહિલાઓને સમાજમાં પુન સ્થાપન કરી શકાય. તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

એસ. એસ. જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. રાજીવ એસ. દેવેશ્વરે (SSG Hospital Suprintendant Dr. Rajiv S. Deveshwar) જણાવ્યું કે, સમાજના કોઈ પણ વર્ગની પિડિત  મહિલાઓને કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન, આશ્રય સ્થાન સાથે જ નાના બાળકો માટે ઘોડિયા સહિતની સુવિધા ‘સખી’ વન સ્ટોપ સેન્ટર દ્વારા એક સ્થળે જ ઉપલબ્ધ કરાવામાં આવશે.

શ્રી મહિલા અને બાળ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ- વડિયા દ્વારા સંચાલિત આ સેન્ટરમાં પિડિત મહિલાના સમસ્યાના નિકાલ માટે મહિલા સાથે સહાનુભૂતિપૂર્વકનું વર્તન, કાયદાની મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ કરવી, સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવવા અને તેમાંથી પોતે પસંદ કરે તે વિકલ્પ અનુસરવાની છૂટ, અને પીડિત મહિલાને ભયમુક્ત કરવી અને સ્વામાન જળવવામાં મદદ કરવી તેવી કાર્યપદ્ધતિ અપનાવામાં આવશે. આ  માટે કાઉન્સેલિંગ-માર્ગદર્શનની કામગીરી સમાજ કાર્યમાં અનુસ્નાતક થયેલા અને ૭ વર્ષનો અનુભવ ધરાવતા કેન્દ્ર સંચાલકો દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે એસ.એસ.જી. હોસ્પિટલના ચીફ એક્ઝુક્યુટિવ શ્રી બી.એચ. પાઠક,  મેડિકલ સ્ટોર ઓફિસર જાગૃતિબેન ચૌધરી, મહિલા  અને બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ, દહેજ પ્રતિબંધક અધિકારી ફરજાના ખાન, મહિલા અને બાળ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ વોરા, સંસ્થાના સંચાલક શ્રીમતી અર્ચનાબેન ચૌહાણ અને ૧૮૧ના કર્મચારી અને મહિલા કલ્યાણલક્ષી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.