વડોદરાને આંગણે આયોજીત “શિવજી કી સવારી” કાર્યક્રમ
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાને આંગણે આયોજીત “શિવજી કી સવારી” કાર્યક્રમ અન્વયે મહાઆરતીમાં શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહેવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
વડોદરામાં સુરસાગર મધ્યે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મહા શિવ આરતીમાં જોડાઈ સુવર્ણકાય શિવની ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના-વંદના કરી. શિવરાત્રી નિમિતે વડોદરા ખાતે આ ૨૬ મી મહાઆરતી અને નવમી શિવજી કી સવારી યોજાઈ હતી.