વડોદરામાંથી ૨.૩૧૦ ગ્રામ MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો
વડોદરા, રાજ્યમાં ડ્રગ્સે પગપેસારો કર્યો છે. યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. ત્યારે વડોદરાના વરણામામાંથી ૨.૩૧૦ ગ્રામ MD ડ્રગ્સ સાથે ફિલ્મ સ્ક્રિપ્ટ રાઈટર અને ડિરેક્ટર ઝડપાયો છે. પોલીસે ઝડપેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત રુપિયા ૨૩,૦૦૦ હજાર આંકવામાં આવી રહી છે.
સપના ફિલ્મ પ્રોડક્શન એન્ટરટેઈનમેન્ટ કંપનીના રાઈટર અને ડિરેક્ટરની પોલીસે ધરપકડ કરી છે. ગાંધીનગર ક્રાઈમે એક વિદ્યાર્થી પાસે ડ્રગ્સ મંગાવી ટ્રેપ ગોઠવીને આ પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલો આરોપી વડોદરાની એમએસ યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ત્યારે ગાંધીનગર ક્રાઈમે આરોપીને મુદ્દામાલ સાથે વડોદરાના ગ્રામ્ય વરણામા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ક્રાઈમના નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે, વડોદરાની પારૂલ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીમાં જે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓને ડ્રગ્સ સપ્લાય કરવાનું ચોક્કસ નેટવર્ક ચાલી રહ્યું છે. જેના પગલે નાર્કોટિક્સ સેલની ટીમે છેલ્લાં કેટલાંક સમયથી અહીં વોચ ગોઠવી હતી.
બાદમાં નાર્કોટિક્સની ટીમને એક વિદ્યાર્થીની મદદથી ડ્રગ્સ સપ્લાયર અસગરખાન સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ગાંધીનગર ક્રાઈમે ઝડપેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તેનું નામ અસગરખાન ઉર્ફે બોબી અબ્દુલસત્તારખાન છે. આરોપી અસગરખાન સપના ફિલ્મ પ્રોડક્શન એન્ટરટેઈનમેન્ટ કંપનીના રાઈટર અને ડિરેક્ટર છે.
જ્યારે તે આજવા રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહે છે. આરોપી અસગરખાને પોલીસ પૂછપરછમાં એવી પણ કબૂલાત કરી કે, તે મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ મંગાવતો હતો.
આરોપી અસગરખાન મહારાષ્ટ્ર નજીકના વિસ્તારમાં રહે છે. તે ફિલ્મ પ્રોડક્શન એન્ટરટેઈનમેન્ટ કંપનીના રાઈટર અને ડિરેક્ટર તરીકે નોકરી કરે છે. તે છેલ્લાં કેટલાંક સમયથી વડોદરામાં રહેતો હતો અને વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
જાે કે, પોલીસને આરોપી અસગરખાન પાસેથી જે સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તે નજીવો છે, પરંતુ તેની સાથે અન્ય શખસો પણ સંકળાયેલા હોઈ શકે છે. જેથી એવી આશંકા છે કે, તેઓ પાસે ડ્રગ્સનો મોટો જથ્થો હોઈ શકે છે. જેથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
વળી આરોપી અસગરખાન કયા કયા વિદ્યાર્થીઓ થકી આ ડ્રગ્સનો જથ્થો વેચતો હતો એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે આરોપી અસગરખાનને મુદ્દામાલ સાથે વરણામા પોલીસને સોંપ્યો છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.SSS