Western Times News

Gujarati News

વડોદરામાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ ૯માં માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Files Photo

વડોદરા: શહેરનાં જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં ભણતા ૧૯ વર્ષના આયુષે ૯માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. બપોરે ૨ કલાકે તેની ઓનલાઇન પરીક્ષા હતી અને ૧૦ વાગે અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ આ પગલા પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને સયાજી હૉસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહીતી પ્રમાણે, શહેરના જૂના પાદરા રોડ પર ભદ્રલોક ફ્લેટના ૯માં માળે રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે.

તેમના પરિવારમાં પત્ની અને પુત્રી અને પુત્ર એમ બે સંતાન છે. ૧૯ વર્ષનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાના કારણે તે ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે ૨ વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. જેના ચાર કલાક પહેલાં એટલે સવારે ૧૦ વાગ્યાની આસપાસ તેણે ૯માં માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યો હતો. ૯માં માળેથી નીચે પટકાતા આયુષનું સ્થળ પર જ મોત થયું હતું.

ઓ.પી રોડ પર આવેલા ભદ્રલોક ફ્લેટના સી ટાવરના ૯માં માળેથી કૂદતા આયુષના પડતા ધડાકા સાથે અવાજ આવ્યો હતો. જેના કારણે ફ્લેટનાં લોકો બહાર આવ્યા હતા. જે બાદ સિક્યુરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. બનાવથી અજાણ પરિવારને ૯માં માળે પહોંચી જ્યારે સિક્યુરિટી ગાર્ડે ઘટના અંગે જણાવ્યું હતું. આ સાંભળતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પિતા રાજેશ કુમાર પણ ઓફિસમાંથી ઘરે દોડી આવ્યા હતાં. પુત્રના મૃતદેહ પાસે પરિવારનાં આક્રંદથી પથ્થર દિલ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

માતા વલોપાત કરતાં કહી રહી હતી કે, ગઈકાલે જ આયુષે કહ્યું હતું કે તે, ૨૩ વર્ષની ઉંમરે એન્જિનિયરીંગ પૂરું કરશે. પછી આઇઆઇએમ કરવાનો છે. ત્યારબાદ યુપીએસસીની તૈયારી કરવાનું કહેતો હતો. હું યુપીએસસીની તૈયારી વખતે જાેબ નહી કરું. ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે ક્યાં જાેબ કરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.