Western Times News

Gujarati News

વડોદરામાં કોરોનાને ભૂલી રિસોર્ટમાં લોકો ઉમટ્યાં

વડોદરા: કોરોના મહામારીના કારણે હાલ રાજ્યભરના તમામ વોટર પાર્ક અને રિસોર્ટ બંધ છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપતા પાદરા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ જાેઈને પાણીમાં મજા માણી રહેલા લોકો મોં છુપાવીને ભાગ્યા હતા.

પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે મહી વોટર રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપવામાં આવી હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.

આ સમયે પાર્કિંગમાં મોટી સંખ્યામાં વાહનો જાેવા મળ્યા હતા. તેથી પોલીસે અંદર દરોડા પાડ્યા હતા. પોલીસને જાેઈને રિસોર્ટમાં મજા કરવા આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી, તો મહી રિસોર્ટનો સ્ટાફ પણને ડરના કારણે પરસેવો છુટી ગયો હતો.

પોલીસે સિગ્મા ગ્રૂપ સંચાલિત મહિ રિસોર્ટના માલિક શૈલેષ શાહ અને મેનેજર આશિષ પરમાર સહિત ૨૯ સામે ગુનો નોધી ૨૮ની અટકાયત કરી હતી. જ્યારે શૈલેષ શાહને વોન્ટેડ જાહેર કરાયા હતા. અટકાયત કરાયેલા લોકોને પોલીસ મિનિ બસ દ્વારા પાદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ અંગે વાત કરતાં પોલીસ સ્ટેશનના પીઆઈ કરમુરે જણાવ્યું હતું કે, ‘૨૯ લોકો સામે કોરોનાની ગાઈડલાઈન્સના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મેનેજર આશિષ પરમાર અને ૨૭ મુલાકાતીઓ સહિત ૨૮ લોકોની અટકાયત કરવામાં આ?વી છે, જ્યારે રિસોર્ટના માલિક શૈલેષ શાહ વોન્ટેડ છે.

ઉલ્લેખનીય છે કે, આ જ રિસોર્ટમાં રાઈડની મજા માણી રહેલા વિદ્યાર્થીનું માથું પોલ સાથે અથડાતા મોત નીપજ્યું હતું. અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે ગયા હતા. ત્યારે રિસોર્ટની બસ જેવી રાઈડમાં માણતા ધો.૮માં અભ્યાસ કરતાં જીમિલ કવૈયાનું મોત થયું હતું. જેને લઈને મોટો વિવાદ પણ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.