વડોદરામાં કોરોના પોઝિટીવ પત્ની સાથે સેકસની માંગ કરતા અભયમની ટીમ બોલાવી
વડોદરા: રાજ્યમાં સતત કોરોના વધી રહ્યો છે સાથે સાથે કોરોના પોઝિટીવ બાદ ઘરે જ ક્વોરન્ટાઈન થતા લોકોના પરિવારમાં વિવાદો થતા પણ જાેવા મળી રહ્યા છે. ઘરે જ ક્વોરન્ટાઈન થતા લોકોની જુદી જુદી સમસ્યાઓ છે. ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારની પરિણીતાએ અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિ સામે જ ફરિયાદ કરી છે.
આપને જણાવી દઈએ કે, ગોરવાની ૨૭ વર્ષીય પરિણીતા કોરોનામાં પોઝિટીવ આવ્યા બાદ ઘરમાં અલગ રૂમમાં ક્વોરન્ટીન રહેતી હતી, ત્યારે પણ પતિએ તેની સાથે જાતીય સંબંધ બાંધવા દબાણ કરી માર મારતાં પરિણીતાએ અભયમને ફોન કર્યો હતો, જેથી અભયમની ટીમે સ્થળ પર પહોંચી ઘરની બહારથી જ કાઉન્સેલિંગ કરતાં પતિએ ભૂલ કબૂલ કરતાં મામલો થાળે પડયો હતો.
મહિલાએ અભિયાનને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મારી ઉંમર ૨૭ વર્ષ છે. હાલ હું કોરોનાગ્રસ્ત છું. તેથી હું ઘરના એક રૂમમાં અલગથી રહુ છું. પરંતુ મારા પતિ મને ક્વોરેન્ટાઈનમાં સતત શારીરિક સંબંધો બાંધવા કહે છે. મેં તેમને કોરોનાગ્રસ્ત હોવાનું કહ્યું તેઓ ઉશ્કેરાયા હતા, અને મને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું.અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે પત્ની જાતે જ ક્વોરન્ટીન થયેલાં છે ત્યારે તેમને ખલેલ ન પહોંચાડી ઝડપથી સાજા થાય એવી કાળજી લેવી જાેઇએ. પતિને તેની ભૂલ સમજાઇ હતી અને હવે આવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપી હતી, જેથી મહિલાને પણ રાહત થઇ હતી.