Western Times News

Gujarati News

વડોદરામાં કોરોના બેકાબુ, શહેરની ૪૪થી વધુ હોસ્પિટલોમાં બેડ ખાલી નહી

વડોદરા, ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસો અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે વડોદરા શહેરમાં પણ ધીરે-ધીરે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની ૩૪ હોસ્પિટલોમાં કોરોના માટે ફાળવેલા બેડમાં એકપણ જગ્યા ખાલી ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

રાજ્યભરમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં હાલમાં રોજ ૭૫થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને તંત્ર પણ દોડતું થઇ ગયું છે. વડોદરા શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૩૨૯૬ કેસ નોંધાયા છે. ત્યારે રોજ ૭૫થી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે શહેરની સરકારી, ખાનગી અને ટ્રસ્ટની કુલ અંદાજે ૪૪થી વધુ હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઇ ગઇ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડોદરામાં કોરોનાના વધુ ૭ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેને લઇને કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૩૨૯૬ એ પહોંચી હતી. ૫૫૯ સેમ્પલમાંથી ૭૭ કેસ પોઝિટિવ આવ્યાં હતા. જ્યારે કોરોનાથી ગઇકાલે વધુ ૫૯ દર્દીઓ સાજા પણ થઇ ગયા હતા. ત્યારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૨૪૩૩ દર્દીઓ સાજા થઇ ગયેલા જોવા મળ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.