વડોદરામાં ખ્રિસ્તી યુવાને યુવતીને ફસાવી પ્રેમલગ્ન કર્યા
વડોદરા, શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ૧૦ પાસ ખ્રિસ્તી યુવાને સેલ્વિન પાઉલ પરમાર, ૨૩ વર્ષની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અંગત પળોના ફોટા અને વીડિયો ઉતાર્યા હતા. જે બાદ તે યુવતીને આ ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ઇમોશ્નલી બ્લેકમેઇલ કરતો હતો.
જે બાદ યુવકે પોતાની વાતોમાં ફસાવીને યુવતીને ભગાડીને લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન બાદ યુવક સહિત સાસરિયાઓ પણ આ યુવતીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરી છે.
આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, શહેરના છાણી કેનાલ પાસેની માંગલ્ય સોસાયટીમાં રહેતો ધોરણ ૧૦ પાસ સેલ્વિન પાઉલ પરમાર નામનો યુવાન તે વિસ્તારમાં જ રહેતી ૨૩ વર્ષીય હિન્દુ યુવતી સાથે ૨ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેણે યુવતીને તેની વાતોમાં ફસાવી હતી અને અવારનવાર મળીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીની જાણ બહાર તેમના અંગત પળોના ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા.
આ વીડિયો અને ફોટાથી તે યુવતીને બ્લેકમેઇલ કરીને શરીર પર બ્લેડના ઘા મારવા પણ મજબૂર કરતો હતો. યુવતી યુવાનની તમામ વાતો માનીને તે કહે તેમ જ કરતી હતી. ફરિયાદ પ્રમાણે, યુવાને યુવતીને લગ્ન માટેનું સતત દબાણ કરતો હતો જેથી યુવતી પણ તૈયાર થઇને આણંદ ભાગી ગઇ હતી. જે બાદ ચર્ચમાં લગ્ન કરી લીધા હતા. પરિવારે યુવતીનો મોબાઇલ તપાસતા સામે આવ્યું હતું કે, યુવક યુવતીને એક જ મિનિટમાં બ્લેડથી ૪૦થી ૪૫ કાપા પોતાના શરીર પર મારવાનું કહેતો હતો.
પછી તેના ફોટા સોશિયલ મીડિયા પર મંગાવીને પિશાચી આનંદ લેતો હતો. લગ્ન બાદ યુવતીને યુવકના પિતા પાઉલ પરમારે વાતોમાં ફસાવીને સાસરીમાં રહેવા માટે મજબૂર કરી હતી. થોડા સમય બાદ યુવક સેલ્વિન, તેની નણંદ શ્વેતા અને પિતા પાઉલ પરમારે યુવતીને શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ યુવતીને ઘરમાં ગોંધી રખાતી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો હતો. યુવતીને રોજ મારઝૂડ થતી હોવાની પરિવારને જાણ થતાં તેણીને ઘરે લઇ આવ્યા હતા.
જે બાદ આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પમાર અને પાઉલ પમાર સામે ગુનો નોંધી યુવક સેલ્વિન પરમારની અટકાયત કરી હતી.SSS