વડોદરામાં ગત ૨૪ કલાકમાં કોરોનાથી ૭ દર્દીઓના મોત
અમદાવાદ: રાજ્યભરમાં કોરોનાના વધતા કેસોથી તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડ વધારાની ફરજ પડી છે.ગઈકાલે રાજ્યભરમાં ૫૫૫ કોરોનાના દર્દીઓ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું ત્રણ જિલ્લાઓમાં ૧૦૦ થી વધુ કોરોનાના કેસો નોંધાય હતા, જેમાં અમદાવાદમાં ૧૨૯, વડોદરામાં ૧૦૩ અને સુરતમાં ૧૦૦ કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા.
દરમિયાન વડોદરામાં ફરી વખત કોરોના ઘાતક બન્યો છે. વડોદરામાં ગત ૨૪ કલાકમાં કોરોનાથી ૭ દર્દીઓના મોત થયા છે. નવાપુરા વિસ્તારના ૩૮ વર્ષના યુવાન સહિત ૭ લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં ૪ દર્દીઓ સરકારી હોસ્પિટલ અને ૩ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. જાેકે, વડોદરા પાલિકાના ચોપડે સત્તાવાર રીતે મોત બતાવ્યા નથી.
સુરતમાં ૫૩૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે. સિટીમાં ૧૦,૪૨૨ ઘરોમાં રહેતા ૪૦,૦૩૨ લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. સુરતમાં હાલ સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાયેલા છે. આખી સોસાયટીને બદલે ૧૫ થી ૨૦ ઘર કન્ટેઇનમેન્ટમાં મૂકાઈ છે. તો બીજી તરફ, સુરતમાં મહિલાઓમાં કોરોના સંક્રમણ વધ્યું. ૩૦ ટકાથી વધી ૪૦ ટકા સંક્રમણ વધ્યું છે. પહેલી વખત દર ૧૦૦ માંથી ૪૦ મહિલાને કોરોના થયો હોવાનું નોંધાયું છે.