વડોદરામાં ગૌમાંસના સમોસા ગેરકાયદે બનાવતા પકડાયેલા ૬ જણ રિમાન્ડ પર
મુખ્ય સૂત્રધાર પણ પકડાયો
ગૌ માંસનો મુખ્ય સપ્લાયર અને સૂત્રધાર ભાલેજનો ઇમરાન હોવાનું બહાર આવતાં પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે
વડોદરા, વડોદરાના હેરીટેજ વિસ્તાર એવા માંડવી નજીક આવેલા છીપવાડ ખાતેથી ગેરકાયદે ગૌમાંસના સમોસા બનાવતી ફેક્ટરી પર પોલીસે પાડેલા દરોડા દરમિયાન પકડાયેલી છ વ્યક્તિઓને આજે અદાલતમાં રજૂ કરીને પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ગૌ માંસનો મુખ્ય સપ્લાયર અને સૂત્રધાર ભાલેજનો ઇમરાન હોવાનું બહાર આવતાં પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે.
વડોદરાના છીપવાડ સ્થિત ન્યુ હુસેની સમોસા સેન્ટર ખાતે ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરાતું હોવાની બાતમી નાયબ પોલીસ કમિશ્નરઝોન-૪ પન્ના મોમાયાને મળી હતી. બાતમીના આધારે પોલીસે હુસેની મેન્સન ખાતે દરોડો પાડયો હતો. જ્યાં ગૌમાંસ ભરેલા કાચા સમોસા બનાવવાની કામગીરી ચાલી રહીં હતી. જ્યારે બીજી તરફ ઘરમાં કોલ્ડ સ્ટોરેજમાં પણ ગૌમાંસના કાચા સમોસા બનાવી રાખવામાં આવ્યાં હતા. તથા હાઇટેક મશીનરી વળે ગૌમાંસને ક્રશ કરી સમોસા બનાવવાની કામગીરી કરવામાં આવી રહીં હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું હતુ.
ત્યારે પોલીસે હુસેની મેન્સન ખાતેથી કાચા સમોસા ૧૫૨ કિ.ગ્રામ, કાચા ભરેલા સમોસા ૬૧ કિ. ગ્રામ, અલગ અલગ પ્લાસ્ટીકની થેલી નંગ-૭ મળી આવતા તમામ સામાન જપ્ત કરી ફોરેન્સીક તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે મોકલેલા તમામ સેમ્પલ ગૌમાંસ હોવાનુ ફોરેન્સીક રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતુ. જેથી આ મામલે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસના મુખ્ય સપ્લાયલ સહિત કુલ ૭ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પહેલાજ ૬ આરકોપીની ધરપકડ કરી હતી.
જ્યારે આ તમામના રિમાન્ડ મેળવી ઉંડાણપૂર્વક પુછતાછ કરતા ગૌમાંસનો મુખ્ય સપ્લાયર ભાલેજનો ઈમરાન હોવાનુ ખુલ્યું હતુ. જેથી પોલીસે ઈમરાનની પણ અટકાય કરી વધુ પુછતાછ હાથ ધરી છે. આ મામલે ઝોન-૪ નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ પત્રકારોની સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, મોહંમદ યુસુફ ફકીર મોહંમદ શેખ અને તેનો પુત્ર મોહંમદ નઇમ મોહંમદ યુસુફ શેખ આ બન્ને મકાનના માલિક છે, અને તેઓ તેમના અન્ય ચાર સાગરીત મહમંદ હનીફ ગનીભાઇ ભઠીયારા, દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબુબશા હબદાલ, મોહીન યુસુફભાઇને પકડી પાડી કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેમણે ભાલેજના ઇમરાન ઉર્ફે દાહુદી યુસુફ કુરેશી મુખ્ય સપ્લાયર હતો તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. વધુમાં ડીસીપીએ જણાવ્યું કે, પિતા-પુત્ર પાસે કોર્પોરેશનનુ કોઇ લાયસન્સ પણ નહતું.
તેઓ પોતાના ઘરમાં આ રીતે કાચા સમોસા બનાવી આખા શહેરમાં સપ્લાય કરતા હતા. ઘણી દુકાનો અને લારીઓ પર સપ્લાય કરતા હતા અને ઘરેથી પણ વેચાણ કરતા હતા. આ તમામ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહીં છે. તેઓએ એમ પણ જણાવ્યું કે પિતા-પુત્રને ગૌમાંસની જાણ હોવા છતાં ધંધામાં પ્રોફીટ મેળવવાની લાલચમાં તેઓ ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરતા હોવાનુ અત્યાર સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ss1