વડોદરામાં ચોર સમજી ટોળાએ શંકાસ્પદ યુવકોને માર્યાે માર
૧નું મોત, ૧ હોસ્પિટલ ગ્રસ્ત, ટોળા સામે નોંધાયો ગુનો
વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા રહે છે
વડોદરા,દિવાળીના પર્વ પહેલા વડોદરામાં ચોર લૂંટ ઘટનાઓ વધતા લોકો દેહશતમાં જીવી રહ્યા છે. તો પોલીસ કમિશનર અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને અફવાઓથી દૂર રહેવું તેવી વિનંતી કરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વારસિયા ઝુલેલાલ મંદિર પાસે ત્રણ શંકાસ્પદ યુવકોને ચોર સમજી માર માર્યાે, જેના લીધે બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં એક યુવાનનું મોત નીપજ્યું.
જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે તો અન્ય એક યુવાન ટોળામાંથી બચીને ચાલ્યો ગયો હતો. વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા રહે છે. હવે તો લોકોએ પોતાના ઘરની આજુબાજુમાં પણ સીસીટીવી લગાવી દીધા છે. જેથી અનેક કિસ્સાઓમાં ચોર ટોળકીના સભ્યો કેદ થયા છે.
તો બીજીબાજુ વડોદરા શહેર જિલ્લામાં આવા વીડિયો અન્ય જિલ્લાના હોવાનું જણાવી લોકોને અફવાથી દૂર રહેવા અને આવા કોઈ ચોર જણાઈ આવે તો તેઓને મારવા નહીં અને પોલીસને બોલાવીને સોંપી દેવા તેવી સલાહ આપવામાં આવી રહી છે. શુક્રવારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમની ટીમ લઈને ગોરવા અને ચાર દરવાજા (શેર વિસ્તાર)માં લોકોને જાગૃત કરી ચોર ટોળકીની અફવાથી દૂર રહેવા અપીલ કરતાં હતા. ss1