વડોદરામાં પોલીસકર્મીએ આરોપીને મોતને ઘાટ ઉતાર્યો
વડોદરા: વડોદરામાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા. પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ છે. ફતેગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને એવો માર માર્યો કે તેમનું મૃત્યું થઇ ગયું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો. આટલું જ નહીં પોલીસે શંકાસ્પદ આરોપીને મોતના ઘાટ ઉતાર્યા બાદ પરિવારજનોએ પણ ખોટી માહિતી આપી કે, આરોપીને છોડી મૂકાયો છે. પોલીસે હત્યાના તમામ પુરાવા પણ નાશ કરી દીધા હતા. આ કેસમા પીઆઇ સહિતના આરોપી પોલીસ કર્મી ફરાર છે એસપીએ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે પરંતુ કાયદા રક્ષક જ જો હત્યારા બની જાય અને આવા ગુનાને અંજામ આપે તો કાયદાના રક્ષાની અપેક્ષા કોની પાસે રાખી શકાય. આ ઘટના પરથી અનેક સવાલ ઉપસ્થિત થાય
પોલીસકર્મીઓ હત્યારા બની જાય તો સમાજની શું હાલત થાય?, ચોરીની આશંકાએ આરોપીનો જીવ જાય એટલી હદ સુધી માર માર્યો? જો આવુ જ હોય તો પોલીસકર્મી અને તાલિબાનોમાં શું ફેર રહ્યો? આવા કેટલા મામલા હશે જે સામે નહીં આવ્યા હોય? ચોરીની શંકા હતી તો પૂરતી તપાસ કાયદાની રાહે કેમ ન કરી? તમને કોણે અધિકાર આપ્યો કોઈનો જીવ લેવાનો યુપીના હત્યારા વિકાસ દુબે અને તમારામાં કોઈ ભેદ ખરો? આવા અનેક સવાલ આ ઘટના પરથી થવા સ્વાભાવિક છે.