વડોદરામાં બંગ્લામાંથી ચોરી કરતા ચોર રંગેહાથ ઝડપાયા
વડોદરા: વડોદરા શહેરના ભાગોળે આવેલા મકરપુરા વિસ્તારમાં અવારનવાર ચોરીની ઘટના ઘટતી રહે છે ત્યારે ગત રોજ સાંજે પામવિલા-૨ સોસાયટીમાં એક બંધ મકાનમાં ટાઢા પહોરમાં ચોર ઘૂસી ગયા હતા. રાજસ્થાન ફરવા ગયેલા સી-૧૭ નંબરના બંગ્લોમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યા હતા.
જાેકે, પાડોશીને અવાજ આવતા તેણે બહારથી તાળું મારી દીધું હતું જેના કારણે આ ચોરને રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જાેકે, સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ચૌરી કરવા આવેલા પૈકીનો એક ચોર માળિયામાંથી ઝડપાયો હતો જ્યારે બીજાે બેડરૂમના બેડમાં છૂપાઈ ગયો હતો. બનાવની વિગતો એવી છે પામવિલા સોસાયટીમાં સી-૧૬માં રહેતા હેમંત પટેલને પાડોશમાં રહેતા અર્જુન ચૌધરીના ઘરમાંથી અજુગતો અવાજ સંભળાયો હતો.
તેમણે બહારની લાઇટ ચાલુ કરીને ચેક કર્યુ તો મકાનમાં કઈક તૂટવાનો અવાજ આવી રહ્યો હતો. જેથી તેમણે અન્ય પાડોશીને જાણ કરી હતી. સી-૧૫ ઘરમાં રહેતા વિશાલ ભાઈને જાણ કરતા તેઓ પણ બહાર આવ્યા અને તેમને ચોરીની આશંકા જતા તેમમે ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો.
જાેકે, પોલીસ આવે અને તે પહેલાં તસ્કરો બહારથી ભાગી ન જાય તે માટે તે લોકએ બહારથી દરવાજાે બંધ કરી દીધો હતો.
દરમિયાન પોલીસ આવતા એક ચોર બેઠકરૂમમાંથી ઝડપાયો હતો. જાેકે આ ચોરીની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એક ચોર માળિયામાં જ્યારે બીજાે ચોર ડબલ બેડના બોક્સમાં છૂપાઈ ગયો હતો.
પોલીસે તેમની પૂછતાછ કરતા તેમના નામ રાજુ મોહમદજેનાલ શેખ મુંબઈ, નજમુલ શેખ મુંબઈ, સુરજ ઉર્ફે જાકીમ નવી દિલ્હીનો હોવાનું જાણવા મળ્યું હતું તેમણે ઘરમાંથી એલઇડી ખોલીને સોફા પર રાખી દીધું હતું જ્યારે આખું ઘર વેરવિખેર કરી નાખ્યું હતું.
આ તસ્કરો અમદાવાદથી મોપેડ પર બાય રોડ વડોદરા આવ્યા હતા અને તેમણે અગાઉ પામવિલા-૨માં ડી-૩૬ નંબરના મકાનમાં તેમજ તેની પાછળ આવેલા પાર્વતી નગર સોસાયટીમાં પણ ચોરી કરી હતી. તેમની પાસેથી સોનાની વીટી, ઘડિયાળ, ચાંદીની રાખડી, કડા અને મોબાઇલ મળી આવ્યા હતા.