વડોદરામાં બૉયફ્રેન્ડ સાથે આવેલી યુવતી સાથે દુષ્કર્મની ઘટના
વડોદરા, વડોદરાના સાવલીમાં એક યુવતીએ જીઆરડી જવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જાણવા મળ્યું કે,પોતાના પુરૂષ મિત્ર સાથે ફરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મની ઘટના સર્જાઈ છે. ખાખરીયા કેનાલ વિસ્તારમાં યુવતી અને યુવક ફરવા આવ્યા હતા.
પરંતુ જવાન અનિલ ગોહિલે તેના મિત્ર સાથે મળી ષડયંત્ર ઘડ્યું હતું. યુવક-યુવતીને પોલીસ હોવાની ખોટી ઓળખ આપી પૂછપરછ કરી હતી. અને બાદમાં યુવક-યુવતીને માતા-પિતાને બોલાવવાનું કહી બ્લેકમેઈલ કરી ધમકાવ્યા હતા.
૪ આરોપીઓએ સાથે મળી યુવકને માર મારી પૈસાની માંગણી કરી હતી. આરોપીઓએ યુવક-યુવતી પાસેથી ૮ હજાર રૂપિયા પણ પડાવ્યા હતા.આ મામલે જયેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા નામના આરોપી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
અનિલ ગોહિલ યુવતીને પોતાની ગાડીમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. યુવતીની મરજી વિરૂદ્ધ આરોપી અનિલ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ સાવલી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.