Western Times News

Gujarati News

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નકલી વસ્ત્રો-શૂઝ વેચનાર સામે પોલીસ ફરિયાદ

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેરના પારસી અગિયારી સામે આવેલ ગ્રાન્ડ મરકયુરી હોટલમાં હોલ ભાડેથી રાખીને ઈન્ટરનેશનલ કંપનીના બ્રાન્ડેડ રેડીમેઈડ કપડાં મસમોટા ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાતો કરીને બ્રાન્ડેડને બદલે ડુપ્લીકેટ રેડિમેઈડ કપડાનું વેચાણ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરીને રૂા.૮.પ૪ લાખની કિંમતનો ડુપ્લીકેટ કપડાનો જથ્થો જપ્ત કરીને પોલીસે તેની સામે કોપી એકટના ભંગનો ગુનો નોંધ્યો હતો.

વિગતો જાેતાં નેત્રીકા કંનસલ્ટીગ પ્રા.લી.ના એકિઝકયુટિવ વિનાયક ઘનશ્યામ વલવેનકરે માહિતી મળી હતી કે, હોટલ ગ્રાન્ડ મરકયુરીમાં હોલ ભાડે રાખીને લીવાઈસ કંપનીના નામે ડુપ્લીકેટ રેડિમેઈડ કપડાં વેચાણ કરવામાં આવે છે જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

જે ફરિયાદના આધારે કંપનીના વિનાયકને સાથે રાખીને સયાજીગંજ પોલીસ ગ્રાન્ડ મરકયુરીના બેઝમેન્ટમાં જયાં સેલ ચાલતું હતું ત્યાં પહોંચી તપાસ હાથ ધરી હતી. કેશ કાઉન્ટર પર બેઠેલા મુકેશ કેડિયાની પુછપરછ કરી હતી તેમજ કપડાંની ખરાઈ કરતા તમામ કપડાં ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું.

તેની પાસે લીવાઈસ કંપનીના ખરીદીના બીલો માગતાં તે રજુ કરી શકયો નહોતો જેથી સયાજીગંજ પોલીસે ડુપ્લીકેટ કપડાં ૪૬પ ટીશર્ટ, ૯૭ જીન્સ પેન્ટ, ર૩૪ લેડીઝ ટોપ અને ૧૦૦ જાેડી શુઝ, ર૯ જેકેટો સહિત રૂપિયા ૮.પ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.