Western Times News

Gujarati News

વડોદરામાં મહાનગરપાલિકાનું ૩૮૩૮.૬૭ કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં સર્વાનુમતે મંજૂર

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની દ્વારા તા. ૨૭ જાન્યુઆરીના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે સમિતિએ એક સપ્તાહની ચર્ચા વિચારણા બાદ બજેટના કદમાં સામાન્ય વધારો કરી રૂપિયા ૩૮૩૮.૬૭ કરોડનું બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુધારા વધારા કરી બજેટના કદમાં રૂપિયા ૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં રેવન્યુમાં રૂપિયા ૩ કરોડનો વધારો કરાયો છે. જ્યારે આવકનો અંદાજ ૧૩૩૬.૬૯ કરોડ રૂપિયાથી લઇને વધારીને ૧૩૪૦.૩૪ રૂપિયા કરોડ કરવામાં આવ્યો છે. જ્યારે ખર્ચમાં રૂપિયા ૧૨૯૭.૯૨ કરોડથી ઘટાડો કરી રૂપિયા ૧૨૯૬.૦૩ કરોડ કરવામાં આવ્યો છે.

બજેટના કદમાં જે વધારો કરવામાં આવ્યો છે. તે આવક જુના અને નવા વિસ્તારોમાં તબક્કાવાર આકારણી કરી વધારવામાં આવશે. બજેટમાં પે એન્ડ પાર્કિંગ, મહિલાઓને ટેક્ષમાં રાહત, નવા હેલ્થ સેન્ટરો બનાવવા સહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વધતા જતા એર પોલ્યુશન ઉપર કંટ્રોલ મેળવવા માટે પાંચ સ્થળ ઉપર એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે.

આ ઉપરાંત વડોદરા શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાનું ધ્યાનમાં રાખી ચાર સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ફાયર NOC પ્રક્રિયા અને વિવિધ આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન શરૂ કરાશે તેમજ વડોદરા શહેરમાં વધુ ૧૦૦ અર્બન ફોરેસ્ટ તૈયાર કરાશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ઇતિહાસને ધ્યાનમાં રાખી ચાર દરવાજા વિસ્તારમાં આવેલી પોળોના ઇતિહાસ સાથેની તક્તિઓ લગાવવામાં આવશે. તદુપરાંત ૨૦૦૦ કિલોવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, પાણી ડ્રેનેજ રસ્તા માટે ઓનલાઇન એપ્લિકેશન, અતિથિગૃહ ટાઉન હોલ, પ્રાણી સંગ્રહાલય, સ્વિમિંગ પૂલ, સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઓનલાઈન કરવાનું આયોજન છે.

વિકાસલક્ષી બજેટ ગણાવતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પુરાતવાળા આ બજેટમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા ગામોમાં તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વિકાસલક્ષી કામોમાં નાણાંની જરૂરીયાત ઉભી થશે તો રૂપિયા ૧૩૧ કરોડ જમીનો વેચીને તેમજ રૂપિયા ૧૦૦ કરોડની સસ્તા દરની લોન લઈને કરવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષમાં રૂપિયા ૫૯૦૦ કરોડના વિકાસ કામો થયા છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ આજવા સરોવર ખાતે ૨ મેગાવોટ એટલે કે ૨૦૦૦ કિલોવોટ ક્ષમતાનો પાણી પર તરતા સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કાયાર્ન્વિત થતા આગામી ૨૫ વર્ષ સુધી પ્રતિ વર્ષે વીજ બીલમાં સરેરાશ રૂપિયા ૧.૨૯ કરોડની બચત થશે.

આ ઉપરાંત પાણી પુરવઠા અને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રકચરનો મહત્તમ ઉપયોગ કરી પાણીના સંપ, પાણીની ટાંકીઓ, પંપ હાઉસ, સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઉપલબ્ધ જગ્યાઓ પર સોલાર પ્લાન્ટસ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઇ-વ્હિકલ્સના વપરાશમાં વધારો થાય અને તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી સહયોગથી શહેરમાં ચાર ઇલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.