વડોદરામાં મૃત પુત્રના વિયોગમાં ટ્રેન હેઠળ ઝંપલાવી પિતાનો આપઘાત
વડોદરા, વડોદરા શહેરની મકરપુરા જીઆઈડીસી પાસેથી પસાર થતાં રેલવે-ટ્રેક પર પુત્રના વિયોગમાં પિતાએ ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સવારે ૯ વાગ્યાની આસપાસ મકરપુરા જીઆઈડીસી નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી અજાણ્યા આધેડનો ટ્રેનની નીચે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ માંજલપુર પોલીસને થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં રેલવે-ટ્રેક નજીક પાર્ક કરેલી બાઈક મળી આવી હતી તેમજ મૃતદેહના કપડામાંથી એક ડાયરી મળી આવી હતી, જેના આધારે મોતને ભેટનારી વ્યક્તિ હનીફખાન પઠાણ હોવાનું જણાઈ આવ્યું હતું અને તે મકરપુરા જીઆઈડીસી વડસર રોડ નજીકના મસ્જિદ ફળિયામાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું.વડોદરા શહેરની મકરપુરા જીઆઈડીસી પાસેથી પસાર થતાં રેલવે-ટ્રેક પર પુત્રના વિયોગમાં પિતાએ ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.