વડોદરામાં રાતભર એરફોર્સ અને એનડીઆરએફના જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન
અનેક સ્થળો પરથી પાંચસોથી વધુ નાગરીકોને સલામત સ્થળે ખસેડાયાઃએમ.એસ.યુનીવર્સટીના કેમ્પસમાંથી વિદ્યાર્થીઓને , કર્મચારીઓને બચાવવા મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન કરાયુ : આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા વહેલી સવારથી નાગરીકોની દોડધામ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર સર્જાયેલી લા -પ્રેશર સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે વડોદરા સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડતા અનેક લોકો ફસાયા છે. બચાવ કામગીરી માટે વધુ એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ગઈકાલે રાતભર વડોદરા શહેરમાંથી એનડીએારએફની ટીમે ૪૮ થી વધુ નાગરીકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. જ્યારે અનેક નદીઓમાં પુર આવતા તથા ડેમોમાંથી પાણી છોડવામાં આવતા કિનારાઓના ગામડાઓમાંથી સેકડો લોકોનું સ્થળાંત્તર કરવામાં આવ્યુ છે. વરસાદને કારણે અનેક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
વડોદરામાં ગઈકાલે પડેલા અતિભારે વરસાદ, જેણે છેલ્લા ૩પ વર્ષનો રેકોર્ડ તોડયો છે તેને કારણે શહેરનો એક પણ વિસ્તાર નહીં હોય કે જ્યાં ઘુંટણસમા પાણી ભરાયા ન હોય. નોકરી-ધંધેથી છૂટેલા હજારો લોકો અટવાયા હતા. તો વાહનચાલકોએ તેમના વાહનો અધવચ્ચે જરોકી દેવા પડ્યા હતા.
વડોદરા જાણે કે સમુદ્રમાં ફેરવાયું હતુ. વડોદરામાં ૧૮ ઈંચ વરસેલા વરસાદથી જનજીવન ખોરવાયુ હતુ. વડોદરાની પરિસ્થિતિ અહેવાલ મેળવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરત જ વડોદરા રવાના થઈ ગયા હતા.
વડોદરામાં આવેલ વિશ્વામિત્રી નદીની જળસપાટી વધતા પુર આવતા પરિસ્થિતિ વધુ બગડી છે. કમાટીબાગ, કારેલીબાગ, સયાજીગંજ, દાંડીયા બજાર, મકરપુરા તથા ગરનાળાઓમાં પાણી પાણી જાવા મળતા હતા. એમ.એસ. યુનિવર્સિટી આગળ કમર સુધી પાણી ભરાતા ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સહિત લગભગ ૩૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામં આવ્યા હતા.
વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં તથા ફલેટોમાં પાણી ભરાતા ઘરવખરી પાણીમાં તણાઈ ગયા છે. વરસાદ બંધ થવા છતાં હજુ ઘણે ઠેકાણે હજુ પાણી પાણી જ છે. દૂધ પણ મળતું નથી. અનેક રહેઠાણોમાં પાણી ભરાયા છે. વડોદરામાં આવેલા આજવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે સવારથી જ પડાપડી થઈ રહી છે. અલકાપુરી પાસે ગરનાળામાં ભરાયેલા પાણી ઉતર્યુ નહોતા.
વડોદરાના ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેટરો મેયર તથા અન્ય રાજકીય નેતાઓ અદ્રશ્ય થઈ ગયા હોવાનું લોકોમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યુ છે. બાળકો તથા નોકરીયાતો, પાણીમાં ફસાઈ જતાં એનડીએફની પાંચ ટીમો તથા એરફોર્સની ટીમે પણ કામગીરી શરૂ કરી છે.
એક જ દિવસમાં ર૦ ઈંચ વરસાદ વરસતા સમગ્ર વડોદરા જળબંબાકાર બની ગયુ છે. ઘણે ઠેકાણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે છાપરા તથા ધાબા પર આશરો લેવો પડ્યો છે. ભારે વરસાદને કારણે રેલ્વે વ્યવહારને પણ અસર થઈ છે. અને અનેક ટ્રેઈનો રદ કરવી પડી છે. તથા અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરવી પડી છે.
ટ્રેનોમાં અવરજવર કરતાં મુસાફરો અટવાઈ ગયા છે. અને વરસતા વરસાદમાં વરસાદ બંધ થવાની રાહ જાઈ રહ્યા છે. શાળા-કોલેજામાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહીને કારણે વડોદરાના નગરજનો દહેશત અનુભવી રહ્યા છે.