Western Times News

Gujarati News

વડોદરામાં રૂ.૧.૦૭ કરોડની દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી દેવાયું

વડોદરા, વડોદરા પોલીસે વર્ષ-૨૦૨૧ દરમિયાન જપ્ત કરેલી દારૂની બોટલો અને બીયરના ટીનના જથ્થાનો નાશ કર્યો હતો. આ કામગીરી માટે જપ્ત કરેલી ૬૦ હાજર બોટલો જમીન પર પાથરી રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ દારૂના જથ્થાની કુલ કિંમત ૧.૦૭ કરોડ જેટલી હતી. આ દારૂની બોટલો વડોદરા પૂર્વના વાડી અને પાણીગેટ તથા વડોદર દક્ષીણના મકરપુરા અને માંજલપુરના એમ ચાર પોલીસ સ્ટેશનની હદમાં જ પકડાયેલી.

પોલીસે દારૂના જથ્થાના નાશ માટે કોર્ટમાંથી મંજુરી મેળવી હતી. ત્યાર બાદ ચિખોદરા ગામની સીમમાં પડતર જમીન પર રોડ રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.

આ કામગીરી દરમિયાન શહેરના એસડીએમ, નશાબંધી ખાતાના અધિકારી અને શહેરના અન્ય સીનીયર પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.