વડોદરામાં લિફ્ટમાં ફસાઇ જતાં યુવકનું મોત નિપજયું
વડોદરા: રાજ્યમાં સતત મોટી ઘટનાઓ બની રહી છે. ત્યારે વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વડોદરામાં લિફ્ટમાં ફસાઈ જતા એક યુવકનું કમકમાટીભર્યુ મોત થયુ છે. આપને જણાવી દઇએ કે, વડોદરાનાંં વેરાઇમાતા ચોકમાં કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહી એક યુવકની લિફ્ટમાં ફસાઈ જવાના કારણે મોત થયુ છે. ફ્રૂટની દુકાનમાં ઘટના બનતા અરેરાટી ફેલાઇ હતી. યુવકનાં મોત અંગે નવાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.